AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
📢ગુજરાતમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. 1થી 5 જાન્યુઆરી દરમિયાન ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે કમોસમી વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. આમ, નવા વર્ષના પહેલા જ પખવાડિયામાં માવઠું દસ્તક આપશે. પરંતુ બીજી તરફ ડિસેમ્બર પૂરો થવાનો છે છતા તીવ્ર ઠંડીનો અહેસાસ પણ નથી થઈ રહ્યો. 📢2024 ની શરૂઆત વરસાદ સાથે થશે 2023 માં આખું વર્ષ ગુજરાતમાં માવઠાનો માર રહ્યો. ત્યારે હવે 2024 ની શરૂઆત પણ આવી રીતે જ થશે. 2024 માં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નવા વર્ષના પ્રારંભમાં જ વાતાવરણમાં મોટો પલટો આવશે. આ દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ આવશે. 📢આગામી દિવસોમાં અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે. બંગાળની ખાડી અને અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બરના આસપાસ અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેનાથી પણ ગુજરાતમાં માવઠાની શરૂઆત થશે. 📢જાન્યુઆરી મહિનાની આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
29
1
અન્ય લેખો