હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
🌤️રાજ્યમાં ઉત્તરપૂર્વ-પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે નીચે લેવલ પર સુકા પવન ફૂંકાઇ રહ્યા છે અને ઉપરના લેવલ પર ભેજ છે. જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. છેલ્લા 2થી 3 દિવસથી તાપમાન યથાવત છે, પરંતુ છેલ્લા 24 કલાકથી ઠંડી વધુ હોવાનો અહેસાસ થઇ રહ્યો છે. કારણ કે પવનનું જોર વધારે હોવાથી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. 25 ડિસેમ્બર બાદ પવનનું જોર ઘટી જશે. તેમ છતાં પણ 25 ડિસેમ્બરથી હાથ થીજવતી ઠંડીની શરુઆત થશે.
🌤️હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 2023 વર્ષ મોસમ વિજ્ઞાન માટે વિશિષ્ટ એક કોયડા રૂપ રહ્યું છે.વાવાઝોડાની અસર પણ ભારત દેશના ભુભાગોમાં આવતા મોસમમાં ભારે પરિવર્તન આવ્યા હતા. અલનીનોની અસર વચ્ચે ઓગસ્ટ માસ કોરો રહ્યો હતો. જોકે, અલનીનોની પુષ્ટી આ બાબતે થઇ શકતી નથી. છતાં અલનીનોની આશંકા હોય તેવું લાગે છે. કંઈક અંશે ગ્લોબલ વોર્મિગની અસર પણ રહી હોઇ શકે છે.
🌤️2024નું વર્ષ પણ કંઈક ગૂંચવણભર્યુ રહેવાની શક્યતા છે. અલનીનોની અસર જૂન માસ પૂર્વે પણ રહેવાની શક્યતા રહેતા હવામાનમાં પરિવર્તન આવશે. 26 એપ્રિલ અને 11 મે બાદ સાગરમાં હલચલ જોવા મળશે અને વાવાઝોડાની શક્યતા રહેશે.26 એપ્રિલ બાદ પણ સમુદ્રમાં હલચલ જોવા મળશે. સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં જશે તેમ-તેમ દેશના ઉત્તરિય પર્વતીય પ્રદેશમાં મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!