હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
અંબાલાલ પટેલે કરી આગાહી
🌧️અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને મેઘરાજા વરસશે. અંબાલાલ પટેલના મતે 7 થી 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે.
🌧️ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર વરસાદ પડશે. પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 15.33 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. અહીં સિઝનનો 20.40 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 46.71 અને ઉત્તર ગુજરાતમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે.
🌧️હવામાન વિભાગના જણાવ્યા અનુાસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર