AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અંબાલાલ પટેલે કરી આગાહી
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
અંબાલાલ પટેલે કરી આગાહી
👉હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી અઠવાડિયાથી કે એટલે જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં ચોમાસું🌧️ એન્ટ્રી સાથે ધડબડાટી બોલાવશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ તરફ હવામાન વિભાગે પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ભારે પવનની સંભાવનાઓ વ્યક્ત કરી નથી. 👉અંબાલાલ પટેલે 25-30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેનાથી નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થઈ શકે છે, જેના કારણે પાણીની સમસ્યા દૂર થઈ શકે છે. બંધમાં પાણીની આવક વધશે, જળાશયો છલકાશે. 👉આ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ🌧️ થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં પાણીની સમસ્યા ભારે વરસાદ બાદ હલ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ડેમોમાં પણ પાણીની આવક થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પાણીની આવક થશે. 👉અંબાલાલે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે 🌧️વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવાની સાથે જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતના કેટલા ભાગમાં 250mm કરતા વધુ વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 300mm વરસાદ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. 👉ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. આ સાથે તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. 🌧️વરસાદનું ભારે વહન આવી રહ્યું છે જેના કારણે પાણીની સમસ્યા પણ હલ થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
93
10