AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અંબાલાલ પટેલેની હવામાન અંગે આગાહી
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
અંબાલાલ પટેલેની હવામાન અંગે આગાહી
☃️અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, અરબ સાગરના ભેજના કારણે 11થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટન ડિસ્ટ્રર્બન્સ આવશે. ગુજરાતમાં 12થી 14 ડિસેમ્બરના રોજ ભારે પવન સાથે કરા અને માવઠું થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ પણ આવશે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. ☃️હવામાન નિષ્ણાતે કમોસમી વરસાદ અંગે મોટી આગાહી કરતા જણાવ્યુ છે કે, ડિસેમ્બર માસમાં માવઠાનો રહેશે. આ સમયગાળામાં અનેક પશ્ચિમિ વિક્ષેપોના કારણે અવારનવાર માવઠા થવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી કરશે અને તે બાદ તેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે. અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.ખેડૂતો માટે સારી આગાહી કરતા તેમણે જણાવ્યુ છે કે, ડિસેમ્બર માસમાં ઠંડી વધતા કૃષિ પાકોને ફાયદો થશે ☃️ડિસેમ્બર માસમાં ગાત્રો થીજવતી ઠંડી અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યુ છે કે, ઉતર ભારતમાં ભારે હિમ વર્ષા થશે આ સાથે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. હવે એક પછી એક સિસ્ટમ બનતી રહેશે. તેના કારણે દેશ સહિત ગુજરાતના હવામાનને પ્રભાવિત કરશે. આ સાથે ગુજરાતમાં 22થી 23 ડિસેમ્બરના ગાત્રો થીજવતી ઠંડી પડશે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
17
0
અન્ય લેખો