AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અંબાલાલ ની જોરદાર વરસાદ ની આગાહી
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
અંબાલાલ ની જોરદાર વરસાદ ની આગાહી
⛈️હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં ચાર દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. ચાર દિવસ સુધી હળવો વરસાદ થઇ શકે છે. પાંચમા દિવસથી વરસાદ પડવાની શક્યતા વધી જશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. ચોથા દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પાંચમા-છઠ્ઠા દિવસથી વરસાદ વધવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે. ⛈️હવામાન વિભાગની આગાહી પરથી કહી શકાય કે, 25મી સપ્ટેમ્બર બાદ ફરી વરસાદનો રાઉન્ડ આવે છે. 25મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 26, 27 સપ્ટેમ્બરે ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. 25મી સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર ઓછું હશે જે બાદ વરસાદનુ જોર વધી શકે છે. ⛈️આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં પશ્ચિમ બંગાળાના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેસર બનશે. જે મજબૂત બનતા 2 જી ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. 12 ઓક્ટોબર સુધી 🌪️વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. આ 2018 જેવું વાવાઝોડું બની શકે છે. ⛈️આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય છે. આ સમયે બંગાળાનું ચક્રવાત પ્રતિ 🌪️કલાક 150 kmph ની ઝડપે ફૂંકવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. આ 🌪️વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !!
26
8