હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
અંબાલાલની સૌથી મોટી આગાહી
⛈️ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જુલાઈ ઓગસ્ટમાં કેવો વરસાદ રહેશે તેની આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડશે, ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હતી, જેનાથી નદીઓ, જળાશયો અને તળાવો છલકાશે તેવું અનુમાન લગાવ્યું હતું.
⛈️11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલ કહે છે કે, ગુજરાતના ભાગોમાં ચોમાસું 101 ટકા જેવું રહેવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 104% કે તેનાથી ઉપર જવાની શક્યતાઓ છે. તેમણે હિંદ મહાસાગરનું વાતાવરણ સાનુકૂળ રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.
⛈️જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં વરસાદ થશે. જુલાઈ મહિનાનો વરસાદ ડેમો અને જળાશયોમાં પાણી લાવશે. જુલાઈમાં સૌરાષ્ટ્ર - કચ્છના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. ઓગસ્ટ મહિના અંગે અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં તાપી નદીના જળસ્તરમાં વધારો થશે, હળવો વરસાદ થશે. જુલાઈના અંતમાં તથા ઓગસ્ટની શરુઆતમાં વિષમ હવામાનની વિપરિત અસર રહેવાની શક્યતાઓ છે. જોકે અંબાલાલ પટેલે આ વર્ષે કાતરા નામની જીવાત થવાની પણ આગાહી કરી છે.
⛈️અંબાલાલ પટેલે ઓગસ્ટના વરસાદ વિશે વાત કરતાં જણાવ્યું છે કે, 17 ઓગસ્ટ પછી વરસાદમાં ઘટાડો થશે પરંતુ 23 ઓગસ્ટ પછી તેમાં વધારે ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. જોકે, આ પછી પાછોતરો વરસાદ સારો થવાની શક્યતાઓ રહેલી છે. ઓક્ટોબર માસ અંગે વાત કરીને તેમણે કહ્યું કે દરિયામાં ભારે પવન ફૂંકાશે. નવેમ્બરથી ફરી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સર્કિય થતા જોવા મળશે. ઓગસ્ટ માસનો થોડો ભાગ બાદ કરતા ચોમાસું સારું રહેશે.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !