AgroStar
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના - ખાતામાં સતત બે મહિને આવશે 2000-2000 રૂપિયા, જાણો આને લગતા મહત્વપૂર્ણ નિયમ !_x000D_
કૃષિ વાર્તાન્યૂઝ18
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના - ખાતામાં સતત બે મહિને આવશે 2000-2000 રૂપિયા, જાણો આને લગતા મહત્વપૂર્ણ નિયમ !_x000D_
નવી દિલ્હી: મોદી સરકારની ખેડુતો માટેની સૌથી મોટી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતી કરવા માટે 6000 રૂપિયા મફતમાં મેળવવાની તક છે. તમને જણાવી દઈએ કે દેશના 9 કરોડ, 87 લાખ 46 હજાર ખેડુતો આ યોજનામાં નોંધાયા છે. આમાંથી કોઈ ના બેંક ખાતામાં ચાર તો કોઈ ના ત્રણ હપ્તા અને બે હપતા બેંક ખાતામાં ગયા છે. અત્યાર સુધીમાં 72 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ સીધી ખેડૂતોને આપવામાં આવી છે. આ યોજના ની અનૌપચારિક શરૂવાત 1 ડિસેમ્બર 2018 ના રોજ થઈ હતી. જ્યારે તેની ઓપચારિક જાહેરાત યુપીના ગોરખપુર જિલ્લામાંથી 24 ફેબ્રુઆરી 2019 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. પીએમ કિસાન યોજનાના આવશ્યક નિયમ- જો તમે જૂન મહિનામાં અરજી કરો છો અને તમારો રેકોર્ડ માન્ય છે, તો તમને જૂન અથવા જુલાઈમાં 2000 રૂપિયા મળશે. આ પછી, ઓગસ્ટ માં પણ એટલી જ હપ્તાની રકમ તમારા બેંક ખાતામાં આવશે. તેથી રાહ ન જુઓ, ઘરે બેઠા અરજી કરો અને ખેતી માટે સરકારની મદદ લો. ચાલો તમને જણાવી દઈએ કે સરકાર આ યોજના હેઠળ ત્રણ વખત ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે. જો કોઈ નવો ખેડૂત તેમાં જોડાવા માંગે છે અને તે સતત બે હપ્તામાં પૈસા પાસ થઇ શકે છે. ધારો કે તમે 30 જૂન પહેલાં અરજી કરી છે અને તમારી અરજી મંજૂર થઈ ગઈ તો પહેલા તમને એપ્રિલ મહિના નો હપ્તો જુલાઈમાં મળશે. પછી ઓગસ્ટનો નવો હપ્તો પણ તમારા ખાતામાં આવી જશે. વર્ષમાં ત્રણ વાર ક્યારે ક્યારે પૈસા આવે છે? આ અંતર્ગત એક વર્ષમાં 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોકલવામાં આવે છે. એક હપ્તો ડિસેમ્બરથી માર્ચ ની વચ્ચે જાય છે. બીજો હપ્તો એપ્રિલથી જુલાઈની વચ્ચે મોકલવામાં આવે છે. જ્યારે ત્રીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બરની વચ્ચે મોકલવામાં આવે છે. જો તમે આ મહિના વચ્ચે અરજી કરો છો અને તમારો રેકોર્ડ માન્ય થઈ જાય છે, તો તમને તે સમયગાળા માટે 2000 રૂપિયા મળે છે. જેમ જો કોઈ વ્યક્તિ જૂનમાં ફોર્મ ભરે તો તેને એપ્રિલથી જુલાઈ સુધી ના પૈસા 31 મી જુલાઈ પહેલાં મળી જશે. ઘરે બેઠા કેવી રીતે અરજી કરવી? - તમારે પીએમ કિસાન સન્માન નિધિ ની વેબસાઇટ (pmkisan.gov.in) ની મુલાકાત લેવી પડશે. - અહીં તમારે હોમપેજ પર આપેલા ટેબ્સમાંથી 'Farmers Corner' ટેબ પર ક્લિક કરવું પડશે. - અહીં આપેલ વિકલ્પોમાંથી 'New Farmers Registration' નો વિકલ્પ પસંદ કરવો પડશે. - આને ક્લિક કરવા પર તમારી સામે એક નવી વિંડો ખુલશે. જેમાં તમને આધારકાર્ડ અને કેપ્ચા દાખલ કરવાનું કહેવામાં આવશે. તે પછી તમારે ક્લીક હિયર ટૂ કન્ટિન્યુ પર ક્લિક કરવું પડશે. - આ પછી, તમારી સામે એક અન્ય પેજ ખુલશે, જો તમે પહેલાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો પછી તમારી વિગતો આવશે અને જો તમે પહેલીવાર નોંધણી કરાવી રહ્યા છો, તો લખેલું આવશે કે ‘RECORD NOT FOUND WITH GIVEN DETAILS, DO YOU WANT TO REGISTER ON PM-KISAN PORTAL’ આના પર તમારે YES કરવાનું રહેશે. - આ ક્લિક કરવા પર, એક નવું પેજ ખુલશે જેમાં તમને ફોર્મ દેખાશે. આ ફોર્મ પૂર્ણ કરો. સાચી માહિતી પ્રદાન કરો. જેથી મંજૂરીમાં કોઈ તકલીફ ન પડે. આમાં, બેંક ખાતાની માહિતી ભરતી વખતે, આઈએફએસસી કોડ યોગ્ય રીતે ભરો. પછી તેને સેવ કરો. આ પછી, તમારી સામે બીજું પેજ ખુલશે, જેમાં તમારી પાસેથી જમીનની વિગતો પૂછવામાં આવશે. ખાસ કરીને સર્વે નંબર અને ખાતા નંબર. તેને ભરો અને સેવ કરો. સેવ કરતા ની સાથે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. એક રજીસ્ટ્રેશન નંબર અને રેફ્રન્સ નંબર મળશે, જે તમારી પાસે સાચવીને રાખવો. આ પછી પૈસા આવવાનું શરૂ થશે જશે. સંદર્ભ : ન્યૂઝ 18, 19 જૂન 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
422
3
અન્ય લેખો