AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નઈ ખેતી, નયા કિસાનHepil Chhodavadiya
આ વૃક્ષ ઉગાડીને લાખો નહીં કરોડો કમાશો !
વૃક્ષોને ઉગાડીને પણ સારી કમાણી કરી શકાય છે. ચંદનનું વૃક્ષ ખૂબ મોંઘુ વેચાય છે. જેનાથી લોકોને કરોડો રૂપિયાનો નફો થાય છે. ફક્ત સરકાર જ આ વૃક્ષોને ખરીદી શકે છે. સરકાર જ ખેડૂતો પાસેથી વૃક્ષોને ખરીદીને એક્સપોર્ટ કરી શકે છે. 🪵 ચંદનની ખેતીમાં જેટલુ રોકાણ કરશો તેનાથી વધારે કમાણી થશે: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચંદનની વધુ માંગ છે અને વિશ્વભરમાં વર્તમાન ઉત્પાદન આ માંગને પૂર્ણ કરી શકતા નથી. જેના કારણે ચંદનની કિંમતમાં ભારે વધારો થયો છે. ચંદનના વૃક્ષ બે રીતે ઉગાડી શકીએ છીએ. એક જૈવિક અને પારંપરિક. 🪵 ચંદનના વૃક્ષોને જૈવિક રીતે ઉગાડવામાં લગભગ 10 થી 15 વર્ષ થાય છે. જ્યારે પારંપરિક રીતે વૃક્ષને ઉગાડવામાં લગભગ 20 થી 25 વર્ષ થાય છે. પ્રારંભિક સમયમાં જ્યારે વૃક્ષ વધવાનું શરૂ થાય છે ત્યારે તેના પર પ્રાણી પણ હુમલો કરી શકે છે. એવામાં તેની સુરક્ષા વધુ જરૂર છે. આ વૃક્ષ રેતીલા અને બર્ફીલા ક્ષેત્રોને છોડીને કોઈ પણ અન્ય ક્ષેત્રમાં ઉગાડી શકાય છે. 🪵 સવા કરોડથી લઇ દોઢ કરોડ રૂપિયા સુધીની આવક: ચંદનની ખેતી કરવાથી ઘણો નફો કમાઈ શકાય છે. એક વખત જ્યારે ચંદનનું વૃક્ષ આઠ વર્ષનુ થઇ જાય છે ત્યારે મજબૂત થઇ જાય છે. રોપ્યાના 12 થી 15 વર્ષો બાદ વૃક્ષ કાપવા માટે તૈયાર થાય છે. જ્યારે વૃક્ષ મોટુ થાય છે તો ખેડૂત દર વર્ષે 15-20 કિલો લાકડી સરળતાથી કાપી શકે છે. આ લાકડી માર્કેટમાં લગભગ 3-7 હજાર રૂપિયા પ્રતિ કિલોએ વેચાય છે, જે 10 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પણ હોઇ શકે છે. પ્રતિ હેક્ટર ચંદનની ખેતીનો ખર્ચ આખુ ફસલ ચક્ર 15 વર્ષો માટે લગભગ 30 લાખ રૂપિયા છે, પરંતુ તેનાથી સવા કરોડથી લઇ દોઢ કરોડ રૂપિયા સુધીની આવક થાય છે. સંદર્ભ : Hepil Chhodavadiya, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
2