AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગ અને અડદમાં દેખાતી મોલોનો કરો ઝડપી નાશ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મગ અને અડદમાં દેખાતી મોલોનો કરો ઝડપી નાશ !
✔️ ગરમ અને થોડું ભેજ વાળુ વાતાવરણ રહેશે તો ચોક્કસ મોલોનો ઉપદ્રવ વધી શકે છે જે પાન, ફૂલ અને કુમળી શીંગો ઉપર રહી રસ ચૂંસીને નુકસાન કરે છે. ✔️ છોડ પણ કાળી ફૂગથી રંગાઇ જાય છે. કુદરતી પરભક્ષી જેવા કે લેડીબર્ડ બીટલ્સ અને ક્રાયસોપા પણ પોતાનું કામ કરતા હોય છે. ✔️ઉપદ્રવની શરુઆતે બાયોપેસ્ટીસાઇડ જેવી કે વર્ટીસીલીયમ લેકાની ૧.૧૫ ડબલ્યુપી ફૂગ આધારિત પાવડર ૮૦ ગ્રામ અથવા લીમડા આધારિત દવા ૧૫ મિલિ (એઝાડીરેક્ટીન ૧૦૦૦૦ પીપીએમ- ૧% ઇસી) પ્રતિ ૧૫ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. ✔️ મોલો સવિશેષ દેખાતી હોય તો થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૮ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ ૭ મિલિ પ્રતિ ૧૫ લી પાણી પ્રમાણે છંટકાવ કરી જીવાતથી રાહત મેળવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
4
અન્ય લેખો