AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અરે વાહ, હવે પડવાની કોઈ બીક નહી રહે.
ઓટોમોબાઈલ એગ્રોસ્ટાર
અરે વાહ, હવે પડવાની કોઈ બીક નહી રહે.
🛵આ સ્કૂટર ઘણી બધી રીતે એકદમ ખાસ છે.લિગર મોબિલિટીએ જાહેરાત કરી છે કે, તે ઓટો એક્સપોમાં તેના નવા 'સ્વ-સંતુલિત' ઇલેક્ટ્રિક સ્કૂટરને પ્રદર્શિત કરશે. આ વખતે ગ્રેટર નોઈડામાં ઓટો એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. દર બે વર્ષે યોજાતો આ એક્સ્પો કોરોના રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો, હવે ફરી એકવાર ચમકતી કાર-બાઈક અને ઈલેક્ટ્રીફાઈડ વાહનો નો મોટો સ્ટોક લોકોની વચ્ચે ઉભો થયેલો જોવા મળશે. 🛵આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે વાત કરીએ તો, સ્ટાર્ટઅપનો દાવો છે કે તેમાં ઓટો-બેલેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને લિગર મોબિલિટી દ્વારા સંપૂર્ણપણે ઇન-હાઉસ વિકસાવવામાં આવી છે. આ સ્ટાર્ટઅપ લાંબા સમયથી આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું હતું અને અગાઉ મહિન્દ્રા ડુરો સ્કૂટર પર પણ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને નિયો-રેટ્રો સ્ટાઇલ સાથે LED હેડલાઇટથી સજાવવામાં આવી છે. આ સ્કૂટરમાં કોઈપણ પ્રકારનું સ્ટેન્ડ આપવામાં આવ્યું નથી અને આ સ્કૂટર પોતે જાતે બેલેન્સ બનાવીને ઊભું રહે છે. 🛵મુંબઈ સ્થિત લિગર મોબિલિટીની સ્થાપના બે IIT સ્નાતકો દ્વારા કરવામાં આવી છે, આ સ્ટાર્ટ-અપ ઘણા સમયથી સ્વ-સંતુલન ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. આ ટેકનિકનો મુખ્ય હેતુ રસ્તા પર થતા અકસ્માતોને રોકવાનો છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, સ્કૂટર વગેરે ચલાવતી વખતે લોકો પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને તેઓ અકસ્માતનો ભોગ બને છે, પરંતુ આ સ્કૂટર સાથે એવું નથી. તેની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેને થોડોઘણો ધક્કો લાગે તો પણ આ સ્કૂટર પડતું નથી. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
5
3