AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
થશે ડબલ કમાણી
બિઝનેસ ફંડાએગ્રોસ્ટાર
થશે ડબલ કમાણી
👉બિઝનેસ કરવા હોય તો ઘણાં છે પરંતુ જો કોઈ બિઝનેસ કરીને કરોડોપતિ અને અબજોપતિ બનવું હોય તો તમારે ભવિષ્યનો વિચાર કરીને નેક્સ્ટ જનરેશન બિઝનેસ અંગે પ્લાન કરવો જોઈએ. તેવો જ એક બિઝનેસ આજકાલ ચર્ચા છે જે છે સોલાર એનર્જી ફાર્મિંગ. તમે સૂર્યના પ્રકાશથી વીજળી ઉત્પન્ન કરીને તેને વેચીને લાખોની કમાણી કરી શકો છો. આજના સમયમાં સરકારો પણ સોલાર એનર્જીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપી રહી છે ત્યારે દેશમાં શ્વેત ક્રાંતિ માટે ઓળખાતા ગુજરાતના આણંદથી હવે ઓરેન્જ ક્રાંતિ શરુ થઈ રહી છે. અહીં ખેડૂતો વીજળીની ખેતી કરે છે. 👉જુદા જુદા ફ્રૂટ્સથી લઈને ઝાડ અને પ્રાણીઓથી લઈને જૈવિક ખેતી જેવા અનેક બિઝનેસ આઇડિયા અંગે તમે સાંભળ્યું હશે અને જાણ્યું પણ હશે. પરંતુ આજે આપણે એક એવા બિઝનેસ અંગે વાત કરવા જઈ રહ્યા છે જે નેક્સ્ટ જનરેશન બિઝનેસ છે અને જો તેમાં તમને ફાવટ આવી જાય તો ભવિષ્યમાં મોટી તગડી કમાણી થઈ શકે છે. આપણે વાત કરી રહ્યા છીએ સોલાર ખેતીને આજે દુનિયામાં અનેક જગ્યાએ સોલાર એનર્જી ફાર્મિંગ એક બઝિંગ બિઝનેસ આઇડિયા છે અને મોટી મોટી કંપનીઓ કે કોર્પોરેશનો આ તરફ વળી રહ્યા છે. ત્યારે તમે પણ આ અંગે વિચારી શકો છો. એકલા અથવા કોઈ મંડળી બનાવીને તમે સોલાર એનર્જીની ખેતી કરી શકો છો, તેમજ તેના દ્વારા ઉત્પન્ન વીજળીને સીધી સરકારને વેચીને મોટો નફો મેળવી શકો છો. આ ખેતીની એક ખાસીયત એ પણ છે કે આ માટે તમારે એકવાર રોકાણ કરવા સિયવા બીજી કોઈ મગજમારી કરવી પડતી નથી અને ભારત જેવા દેશમાં જ્યાં આખું વર્ષ સૂર્ય પ્રકાશ રહે છે ત્યાં આ બિઝનેસ ખૂબ જ નફાકારક સાબિત થઈ શકે છે 👉દેશમાં શ્વેત ક્રાંતિની શરુતાત કરનારા ગુજરાતના આણંદથી જ હવે ઓરેન્જ ક્રાંતિની શરુઆત થઈ રહી છે. જેમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુંડી ગામે ખેડૂતોએ સહિયારા પ્રયાસથી સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળી સ્થાપી છે અને પોતાની એક આગવી ઓળખ મેળવી છે. જેમ આણંદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપનાથી આજે દુનિયાભારમાં આણંદ અને અમૂલનું નામ છે તેમ ઢુંડીની આ સૌર ઊર્જા ઉત્પાદક મંડળીએ આખા દેશનું ધ્યાન ખેચ્યું છે. અહીંના ખેડૂતો સોલાર ખેતી કરીને મોટી કમાણી કરે છે અને પોતાનો વીજળીનો ખર્ચ પણ બચાવે છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
23
4