AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
૧૩માં હપ્તા પેહલા કરો આ ખાસ કામ.
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
૧૩માં હપ્તા પેહલા કરો આ ખાસ કામ.
👉જો આમ નહીં થાય તો બેંક ખાતામાં 2 હજાર રૂપિયા નહીં આવે જે ખેડૂતો ઇ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી નહીં કરાવે તેઓ પીએમ કિસાન યોજનાના હપ્તાથી વંચિત રહેશે. 13મો હપ્તો મેળવવા માટે, PM કિસાન યોજનાની વેબસાઇટની મુલાકાત લઈને શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો. જે ખેડૂતો આવું નહીં કરે તેમના ખાતામાં આ યોજનાની રકમ મોકલવામાં આવશે નહીં. 👉લાભાર્થીની યાદીમાં તમારું નામ જુઓ :- જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદીમાં તમારું નામ જોવા માંગો છો, તો તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને લાભાર્થીની યાદીમાં તમારું નામ જોઈ શકો છો. આ માટે તમારે અધિકૃત વેબસાઈટ પર જઈને ફાર્મર્સ કોર્નરની મુલાકાત લેવી પડશે. અહીં તમે Beneficiary Status પર જઈને તમારું નામ ચકાસી શકો છો. 👉અહીં સંપર્ક કરો :- પીએમ કિસાન યોજનાને લગતી કોઈપણ સમસ્યાના કિસ્સામાં, તમે સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકો છો. પીએમ કિસાન યોજનાનો હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકાય છે. અહીં પણ આ યોજના સંબંધિત તમારી દરેક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. 👉ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત :- આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ તેમનું ઇ-કેવાયસી પૂર્ણ કરવું પણ જરૂરી છે. લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે, અન્યથા તેઓ યોજનાના લાભોથી વંચિત રહેશે. ખેડૂતો ઈ-કેવાયસી ઓનલાઈન પણ પૂર્ણ કરી શકે છે. પરંતુ આ માટે તેઓએ નજીકના CSC કેન્દ્ર પર જવુ પડશે. અહીં બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા e-KYC અપડેટ કરવા માટે 15 રૂપિયાની ફી ચૂકવવી પડશે. 👉ઈ-કેવાયસી લાભાર્થીઓ તેમના મોબાઈલ નંબર પરથી OTP દ્વારા PM કિસાન વેબસાઈટ સાથે તેમના આધારને લિંક કરી શકે છે અથવા નજીકના CSC કેન્દ્રમાંથી બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા ઈ-KYC કરી શકે છે જેના માટે તેમણે 15 રૂપિયા ચૂકવવા પડશે. ઇ-કેવાયસી સબમિટ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી, તેમ છતાં તમામ ખેડૂતોએ આગામી હપ્તો મેળવવા માટે તે પૂર્ણ કરવું પડશે સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
11
6
અન્ય લેખો