AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફુડ પ્રોસેસિંગ યુનિટ પર મળશે સહાય
સમાચારએગ્રોસ્ટાર
ફુડ પ્રોસેસિંગ યુનિટ પર મળશે સહાય
🌱ખેડૂતો તેમના ઉત્પાદનનું યોગ્ય રીતે કરી શકશે સંચાલન :- પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ, સરકાર ખેડૂતોને તેમની ઉપજ યોગ્ય રીતે દુકાનો સુધી પહોંચાડવામાં અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને, કોલ્ડ સ્ટોરેજની સ્થાપના કરીને મદદ કરે છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની ઉપજનું યોગ્ય વ્યવસ્થાપન કરીને બજારમાં સરળતાથી વેચાણ કરી શકે છે. 🌱આ એકમો સ્થાપવા માટે મળી શકે છે ૧૦ કરોડ રૂપિયા - આ યોજના ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવી છે. મેગા ફૂડ પાર્ક, કોલ્ડ ચેઇન, ફૂડ પ્રોસેસિંગ/જાળવણી ક્ષમતા, એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર, બેકવર્ડ અને ફોરવર્ડ લિન્કેજનું નિર્માણ/વિસ્તરણ. નક્કી રકમ મુજબ ફંડ આપવામાં આવશે. હાલમાં, સરકારે એગ્રો ક્લસ્ટર યોજના હેઠળ આ માટે ૧૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. 🌱કૃષિ પેદાશોનો ઓછો બગાડ થશે - સરકારનું માનવું છે કે આનાથી ખેડૂતોને તેમની પેદાશોના સારા ભાવ મેળવવામાં મદદ મળશે, જેનાથી રોજગારમાં પણ વધારો થશે. આ સાથે ખેતપેદાશોનો બગાડ પણ ઘટશે. પ્રોસેસિંગ લેવલમાં વધારો કરવાથી પ્રોસેસ્ડ ફૂડ આઈટમ્સની નિકાસને વેગ મળશે. કેન્દ્રનો દાવો છે કે તેનાથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
17
3
અન્ય લેખો