AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
‘લેમન ગ્રાસ’ લાખોની કમાણી કરાવતો પાક !
બિઝનેસ ફંડાએગ્રોસ્ટાર
‘લેમન ગ્રાસ’ લાખોની કમાણી કરાવતો પાક !
👉🏼 આજ ના આ લેખમાં તમને લેમન ગ્રાસ ફાર્મિંગનો બિઝનેસ જણાવી રહ્યા છીએ. જેને ‘લેમન ગ્રાસ’ પણ કહેવામાં આવે છે. આ ખેતીથી તમે માત્ર એક હેક્ટરમાં એક વર્ષમાં લગભગ 4 લાખ રૂપિયાનો નફો કમાઈ શકો છો. બજારમાં સારી એવી માંગ : ➡ લેમન ગ્રાસમાંથી નીકળેલ તેલની બજારમાં ઘણી માંગ છે. તેલનો ઉપયોગ કોસ્મેટિક્સ, સાબુ, તેલ અને દવાઓ બનાવતી કંપનીઓ કરે છે. બજારમાં તેની સારી કિંમત મળે છે. ➡ લેમન ગ્રાસની ખેતી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પણ ખુબ જ સરળતાથી કરી શકાય છે. ➡ આ ખેતીમાં ન તો ખાતરની જરૂર છે કે ન તો જંગલી પ્રાણીઓ પાકનો નાશ કરે તેનો ડર હોય છે, તેથી આ પાક નફાકારક સોદો પણ સાબિત થઈ રહ્યો છે. ➡ એકવાર પાક વાવ્યા પછી તે 5-6 વર્ષ સુધી સતત ચાલુ રહે છે. સંપૂર્ણ ગણિત : 📢 લેમન ગ્રાસ રોપવા માટેનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરીથી જુલાઈનો છે. 📢 એકવાર વાવેતર કર્યા પછી, તેની છ થી સાત વખત કાપણી કરવામાં આવે છે. 📢 વર્ષમાં ત્રણથી ચાર વખત લણણી કરવામાં આવે છે. 📢 એક કાથા જમીનમાંથી એક વર્ષમાં લગભગ 3 થી 5 લીટર તેલ નીકળે છે. તેનો વેચાણ દર ₹1,000 થી 1,500 છે. 📢 તેની પ્રથમ લણણી લેમન ગ્રાસના વાવેતરના 3 થી 5 મહિના પછી કરવામાં આવે છે. 📢 લેમન ગ્રાસ તૈયાર છે કે નહીં. તે જાણવા માટે તેને તોડીને સૂંઘો, જો તમને લીંબુની તીવ્ર ગંધ આવે તો સમજવું કે તે તૈયાર છે. 📢 જમીનથી 5 થી 8 ઈંચ ઉપર લણણી કરો. 📢 બીજી લણણીમાં, 1.5 લિટરથી 2 લિટર તેલ પ્રતિ કાથા નીકળે છે. 📢 લેમનગ્રાસની નર્સરી બેડ તૈયાર કરવાનો શ્રેષ્ઠ સમય માર્ચ-એપ્રિલનો છે. ➡ તેલ વેચાણ માટે તેમે પ્રખ્યાત કંપની કે નજીકનો લોકલ કંપની સાથે કરાર આધારિત ખેતી પણ કરી શકો છો. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
9