AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લીંબુ ની ખેતી કરાવી આપે છે લાખોની કમાણી.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
લીંબુ ની ખેતી કરાવી આપે છે લાખોની કમાણી.
🍋વિટામિન C થી ભરપૂર લીંબુની ખેતી કમાણી પણ ભરપૂર કરાવી આપે છે. 👉ભારતમાં ઉગાડવામાં આવતા લીંબુની જાતો :- ભારતમાં લીંબુની વિવિધ પ્રજાતિઓ ઉગાડવામાં આવે છે. જેમા મૈંડરિન ઓરેંજઃ કુર્ગ (કુર્ગ અને વિલીન ક્ષેત્ર), નાગપુર (વિદર્ભ ક્ષેત્ર), દાર્જિલિંગ (દાર્જિલિંગ ક્ષેત્ર), ખાસી (મેઘાલય ક્ષેત્ર), સુમિત્રા (આસામ) ખાસ છે. 👉લીંબુની ખેતી સૌથી વધારે કયા રાજ્યોમાં થાય છે? આમ તો સમગ્ર ભારતમાં લીંબુની ખેતી કરવામાં આવે છે. વિવિધ રાજ્યોના ખેડૂત લીંબુની વિવિધ જાતોનું વાવેતર કરે છે. લીંબુની ખેતી ખાસ કરીને તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, આસામ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં કરવામાં આવે છે. 👉લીંબુની ઉન્નત ખેતી કરવા માટે જળવાયુ/માટી :- લીંબુના છોડ લગાવવાની વરસાદની સિઝન સૌથી શ્રેષ્ઠ સમય ગાળો હોય છે. લીંબુ એટલે કે લેમન લગભગ તમામ માટીમાં ઉગાડી શકાય છે, પણ જો સામાન્ય ઝીણી રેતી સાથે સારી રીતે જળ નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તો તે સારી બાબત છે. જે માટી સામાન્ય ક્ષારીય અને તેજાબી હોય છે, તેમા પણ લીંબુ ઉગાડી શકાય છે. લીંબુ માટે સૂકી જગ્યાને ઉપયુક્ત માનવામાં આવે છે, જ્યાં ઠાર રહિત જળવાયુ રહે છે. લીંબુની ખેતી માટે પહાડી ક્ષેત્ર ખૂબ જ સારા છે, જ્યાં ૭૫૦ મિ.મિ.થી વધારે વાર્ષિક વરસાદ થતો નથી. 👉લીંબુની ખેતીથી કેટલી ઉપજ અને કમાણી થાય છે? લીંબુની ખેતી કરવાથી આશરે ૮૪ કિલો લીંબુ વાર દીઠ પ્રતિ વર્ષ મળે છે. લીંબુના બગીચા એક વખત લગાવે છે તો તેમને ૩૦ વર્ષ સુધી બગીચામાં ઉત્પાદન મળે છે. લીંબુનો એક છોડ આશરે ૩ વર્ષ બાદ ફળ આપવાની શરૂઆત કરે છે. લીંબુની ખેતીથી સમગ્ર વર્ષ ઉત્પાદન થઈ શકે છે, પણ જુલાઈથી ઓક્ટોબર જે સમય હોય છે તેમા સૌથી વધારે લીંબુ મળે છે. 👉સ્વાસ્થ્ય માટે લીંબુ કેટલા લાભદાયક છે? -લીંબુ સ્કિન અને વાળને ચમકદાર બનાવવા ખૂબ જ લાભદાયક છે. -લીંબુમાં સાઈટ્રિક એસિડ જોવા મળે છે, જે હાંડકાને મજબૂત કરવા ઉપયોગી છે. -જે લોકોનું બ્લડ પ્રેશર સારું ન થાય ત્યાં ડોક્ટર લીંબુ પાણી પીવાની સલાહ આપે છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
24
3