AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરી છોડી આજે કમાય છે લાખો રૂપિયા, જાણો સફળતાનું રહસ્ય !
સફળતાની વાર્તાGSTV
નોકરી છોડી આજે કમાય છે લાખો રૂપિયા, જાણો સફળતાનું રહસ્ય !
👉 શું આપ આપની બોરીંગ નોકરીથી કંટાળી ગયા છો ? અને હવે પૈસાની તંગીથી ઝઝૂમી રહ્યા છો, તો અમે અહીં આપના માટે ફાયદાની વાત લઈને આવ્યા છીએ. જ્યાં આપ ઓછા પૈસા ખર્ચ કરીને અઢળક રૂપિયા કમાઈ શકશો. તેના માટે સૌથી સારો રસ્તો છે ખીરા કાકડીની ખેતી કરો. 🥒 ખીરાનું વાવેતર કરીને લાખો રૂપિયામાં થશે આવક: આ પાકનું સમયચક્ર 60થી 80 દિવસમાં પુરૂ થઈ જાય છે, આમ તો કાકડી ગરમીની સિઝનમાં થાય છે. પણ વરસાદની સિઝનમાં કાકડીનો પાક વધારે થાય છે. કાકડીની ખેતી તમામ પ્રકારની માટી કરવામાં આવી છે. કાકડીની ખેતી માટે જમીનનું પીએચ 5.5થી 6.8 ટકા સારૂ માનવામાં આવે છે. કાકડીની ખેતી નદી અથવા તળાવના કિનારે પણ કરવાનું સારૂ માનવામાં આવે છે. 👉 સરકારની સબ્સિડી લઈને શરૂ કરો આ બિઝનેસ: યુપીના એક કિસાન દુર્ગાપ્રસાદ જે કાકડીની ખેતી કરીને લાખો રૂપિયામાં કમાણી કરી શકે છે. તે જણાવે છે કે, આ ખેતીમાં કમાણી કરવા માટે પોતાના ખેતરમાં કાકડીનું વાવેતર કર્યુ અને માત્ર ચાર મહિનામાં 8 લાખ રૂપિયાની કમાણી કરી. તેમને પોતાના ખેતરમાં નેધરલેન્ડની કાકડીનું વાવેતર કર્યુ. દુર્ગાપ્રસાદના જણાવ્યા અનુસાર નેધરલેન્ડથી આ પ્રકારની કાકડીના બીયારણ મગાવીને વાવતે કરનાર તે પ્રથમ ખેડૂત છે. 👉 આ જાતિના કાકડીઓમાં બીજ નથી હોતા. જેના કારણે મોટી હોટલો અને રેસ્ટોરનટમાં કાકડીઓની માંગ વધુ રહે છે. દુર્ગાપ્રસાદ જણાવે છે કે તેણે બાગાયત વિભાગ તરફથી 18 લાખ રૂપિયાની સબસિડી લઈને ખેતરમાં જ સેડનેટ હાઉસ બનાવ્યું હતું. સબસિડી લીધા પછી પણ મારે 6 લાખ રૂપિયા જાતે જ ખર્ચવા પડ્યા. આ સિવાય તેને નેધરલેન્ડ્સમાંથી 72 હજાર રૂપિયાના બિયારણ મગાવ્યા હતા.. બીજ વાવ્યાના 4 મહિના પછી, તેણે 8 લાખ રૂપિયાની કાકડીઓ વેચી હતી. 👉 આ વ્યવસાયની માંગ કેમ છે? આ કાકડીની ખાસિયત એ છે કે તેની કિંમત સામાન્ય કાકડીની તુલનામાં બે ગણી વધારે છે. જ્યારે દેશી કાકડી 20 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે, નેધરલેન્ડની આ કાકડી 40 થી 45 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જોકે, આખા વર્ષ દરમિયાન તમામ પ્રકારની તેની માંગ રહે છે. તમે માર્કેટિંગ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
25
8
અન્ય લેખો