AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લીંબુ વર્ગના ફળ પાકમાં આવતી આ કાળી માખીને ઓળખો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લીંબુ વર્ગના ફળ પાકમાં આવતી આ કાળી માખીને ઓળખો !
આ એક ચૂંસિયા પ્રકારની અન્ય એક જીવાત છે જે પાન ઉપર વર્તુળ આકારે ઇંડા મૂંકતી હોય છે. બચ્ચાં અને પુખ્ત બન્ને કાળા રંગના હોવાથી તેને કાળી માખી કહે છે. આ બન્ને અવસ્થા પાન ઉપર રહી રસ ચૂંસતી હોય છે જેને કારણે પાન કોકડાય છે. ઝાડનો જૂસ્સામાં ઘટાડો થાય છે તેમ જ ફૂલ, કળીઓ અને વિકસીત ફળો ખરી પડતા હોય છે. આ જીવાતને લીધે કાળી ફૂગનો વિકાસ થવાથી પ્રકાશસંશ્લેષણની ક્રિયા અવરોધાય છે. આ જીવાતનો ઉપદ્રવ જૂન થી ઓક્ટોબર સુધી વધારે રહે છે. ઉપદ્રવ જણાતા શરુઆતમાં વર્ટીસીલીયમ લેકાની, ફૂગ આધારિત દવા ૪૦ ગ્રામ અને ત્યાર પછી જરુર લાગે તો ડાયમેથોએટ ૩૦ ઇસી ૧૦ મિલિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે દવાનો છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
5