AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગધેડા ફાર્મથી આ ભાઈ કરી રહ્યો છે લાખોની કમાણી !
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ગધેડા ફાર્મથી આ ભાઈ કરી રહ્યો છે લાખોની કમાણી !
➡ ઘણા લોકો ગધેડાને મૂર્ખ જીવ માને છે, પરંતુ આ મૂર્ખ પ્રાણી એક વ્યક્તિ માટે કમાણીનો સારો સ્રોત બન્યું છે. કર્ણાટકના મેંગલુરુના એક 42 વર્ષીય વ્યક્તિએ સોફ્ટવેર કંપનીની નોકરી છોડીને ઈરા ગામમાં ગધેડાનું ફાર્મ ખોલ્યું છે, જ્યાં તે ગધેડાનું દૂધ વેચીને લાખો રૂપિયાનો બિઝનેસ કરી રહ્યો છે. ➡ ગૌડાએ બીએમાં સ્નાતક થયા બાદ એક સોફ્ટવેર કંપનીમાં નોકરી લીધી હતી, તેમણે 2020 માં 2.3 એકર જમીન પર ઈસીરી ફાર્મ્સની શરૂઆત કરી હતી. પોષક તત્વોથી ભરપૂર ગધેડીનું દૂધ : ➡ ગૌડાએ એમ પણ જણાવ્યું હતું કે, "જ્યારે તેમણે મિત્રો સાથે ગધેડા ફાર્મ શરૂ કરવાનો વિચાર શેર કર્યો ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમની મજાક પણ ઉડાવી હતી, પરંતુ ગધેડીનું દૂધ સ્વાદિષ્ટ, ખૂબ જ મોંઘું અને ઔષધીય મહત્વનું છે. હાલમાં, 30 મિલી ગધેડી દૂધના પેકેટની કિંમત 150 રૂપિયા છે. માંગમાં સતત વધારો : ➡ ગધેડીના દૂધની માંગ એટલી વધારે છે કે તેમને 17 લાખ રૂપિયાના દૂધના ઓર્ડર મળી ચૂક્યા છે. તેનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
28
10