AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કુસુમ યોજનાથી ખેડૂતોને મળશે વધુ એક આવકનું સ્ત્રોત !
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
કુસુમ યોજનાથી ખેડૂતોને મળશે વધુ એક આવકનું સ્ત્રોત !
📢કુસુમ યોજના હેઠળ 60% સબસિડી આપશે સરકાર, બસ કરવું પડશે આ કામ તો ચાલો જાણીએ આ યોજના વિશે.... 📢સોલાર પંપ પર સરકાર આપે છે સબસિડી છેલ્લા કેટલાક દિવસોથી ઘણા રાજ્યો વીજ સંકટનો સામનો કરી રહ્યા છે. તેની સીધી અસર ખેતી પર પણ પડી હતી. આવી સ્થિતિમાં,સમસ્યાનો સામનો કરવાનો વિકલ્પ મળ્યો છે.કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને સોલર પંપ પર સબસિડી આપે છે. 📢60 ટકા મળશે સબસિડી કુસુમ યોજના હેઠળ ખેડૂતો, ખેડૂતોની પંચાયતો, સહકારી મંડળીઓના જૂથો સોલાર પંપ લગાવવા અરજી કરી શકે છે.જેમાં સરકાર ખેડૂતોને 60 ટકા સબસિડી આપે છ. અને લોનનો 30 ટકા ખર્ચ પણ આપે છે. ખેડૂતોને આ યોજનાનો માત્ર ૧૦ ટકા જ ખર્ચ કરવો પડે છે. તથા સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે પણ સરકાર ખેડૂતોને 17.50 લાખ ફંડ આપે છે. 📢કરોડપતિ બની શકો છે સૌર પમ્પનો ઉપયોગ ખેતરોમાં સિંચાઈ ઉપરાંત વીજ ઉત્પાદનમાં પણ થઈ શકે છે. જો તમારી પાસે 4 થી 5 એકર જમીન છે, તો વર્ષમાં 15 લાખ યુનિટ વીજળી ઉત્પન કરી શકે છે. જે વીજળી વિભાગ દ્વારા તેને લગભગ 3 રૂપિયા 7 પૈસાના ટેરિફથી ખરીદે છે, તો તમે સરળતાથી વાર્ષિક 45 લાખ સુધીની આવક મેળવી શકો છો. 📢રાજ્ય સરકાર, કેન્દ્ર સાથે મળીને તેને પોતપોતાના સ્તરે ચલાવે છે સ્કીમ. આવી સ્થિતિમાં ખેડૂતો તેમના રાજ્યોના વીજળી વિભાગનો સંપર્ક કરી શકે છે અને અને અન્ય માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો પીએમ કુસુમ યોજનાની વેબસાઈટ પર જઈને આ યોજનાની જાણકારી મેળવી શકે છે. સંદર્ભ: એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો"
60
22
અન્ય લેખો