AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દિવેલા માં પાનના ટપકાં ના રોગ ની સમસ્યા
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
દિવેલા માં પાનના ટપકાં ના રોગ ની સમસ્યા
👉ઝાળ રોગ એટલે કે પાનના ટપકા ઓલ્ટરનેરીયા ફૂગથી થાય છે. રોગની શરૂઆતમાં પાન પર આછા ભૂરા રંગના ટપકાં પડે છે જે ધીમે ધીમે બદામી રંગમાં પરિવર્તન પામે છે. આવા ટપકાં માં વર્તુળાકાર રીંગ જોવા મળે છે. રોગની તીવ્રતા વધારે હોય તો આવા ટપકા મોટા થઈ એકબીજા સાથે ભળતા પાન સુકાઈ જાય છે. પાન/છોડ ૫ર ઝાળ લાગી હોય તેવો ભાસ ઊભો કરે છે. 👉જો તે ના રાસાયણિક નિયંત્રણ વિશે વાત કરીયે તો પ્રથમ છંટકાવ માં મેન્ડોઝ (મેન્કોઝેબ ૬૩% + કાર્બેન્ડાઝિમ ૧૨% WP) ૩૫ ગ્રામ/૧૫ લીટર પાણી પ્રમાણે અને બીજા છંટકાવમાં હેક્ઝા @ (હેક્ઝાકોનાઝોલ ૫ % SC) ૩૦ મિલી / ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
2