AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેળાના નકામા થડમાંથી બનાવી શકાય ખાતર, જાણો બનાવવાની રીત !
જૈવિક ખેતીએગ્રોસ્ટાર
કેળાના નકામા થડમાંથી બનાવી શકાય ખાતર, જાણો બનાવવાની રીત !
🍌 ખેડૂતોની અવાક વધારવા માટે સરકારર સમયાન્તરે વિવિધ યોજનાઓ શરુ કરતી રહે છે. ખેતીને રસાયણિક ખાતર મુક્ત બનાવવા માટે સરકાર ખેડૂતોને જાગૃત કરવા તાલીમ આપવાનું કામ કરતી રહે છે. સરકાર ખેડૂતોને ખેતરોમાં રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જેના કારણે જમીનની ખાતર ક્ષમતા જળવાઈ રહેશે, સાથે જ પ્રદુષણમુક્ત અનાજ લોકો સુધી પહોંચશે. તેનાથી દરેક પ્રકારની બીમારીઓને દૂર રહેશે. 🍌 ઘણીવાર ખેડૂતો કેદના ઝાડના અવશેષોને નાકમા ગણીને ખેતરમાં છોડી દે છે. આ ન માત્ર પર્યાવરણને બગાડે છે પરંતુ જમીનની ફળરૂપતાને પણ નુકસાન પહોંચાડે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે, ખેડૂતો નાકમા કેળાના થડમાંથી જૈવિક ખાતર બનાવીને સારો નફો મેળવી શકે છે. 🍌 સીતાપુરના રાહુલ સિંહ મોટા પાયે કેળાની ખેતી કરે છે, મોટાભાગના ખેડૂતો કેળાની ડાળીને નકામી ગણીને ફેંકી દેતા હતા. દુર્ગંધને કારણે આજુબાજુથી પસાર થવું મુશ્કેલ હતું પરંતુ હવે આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો જાગૃત બન્યા છે. હવે તેઓ તેના થડમાંથી જૈવિક ખાતર બનાવી રહ્યા છે. 🍌આ માટે ત્યાં એક ખાડો બનાવવામાં આવ્યો છે. જેમાં કેદની ડાળીઓ મુકવામાં આવે છે. તેમાં ગાયનું છાણ અને નીંદણ પણ નાખવામાં આવે છે. આ પછી, ડીકમ્પોઝર છાંટવામાં આવે છે. થોડા જ સમયમાં આ છોડ ખાતરના રૂપમાં તૈયાર થઇ જાય છે, જેનો ઉપયોગ કરીને ખેડૂતો તેમની અવાકમાં વધારો કરી શકે છે અને સાથે જ પાકની ઉપજમાં પણ વધારો કરી શકે છે. 🍌ખેડૂતો ખેતરમાં રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરે તે માટે સરકાર ખેડૂતોને આવા જૈવિક ખાતર બનાવવા અને તેનો ઉપયોગ કરવાની સલાહ આપી રહી છે.આ ઉપરાંત ખેડૂતો માટે આ વિષય પર ઘણા સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
7