AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દાડમના પાકમાં જીવાણું થી થતા ટપકાના રોગ !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
દાડમના પાકમાં જીવાણું થી થતા ટપકાના રોગ !!
🌿દાડમના પાકમાં જીવાણું થી થતા ટપકાના રોગના લક્ષણ અને નુકશાની …. 👉આ બેકટેરીયા દાડમના પર્ણસમૂહ, દાંડી અને ફળ પર હુમલો કરે છે.પ્રથમ લક્ષણોમાં વિકસેલ છોડના પાંદડા પર નાના, પીળા-લીલા ટપકા જે સામાન્ય રીતે વિકૃત અને વળેલા દેખાય છે.જીવાણું થી થતાં પાનના ટપકા નાના અનિયમિત આકારના અને પાણીપોચા જોવા મળે છે.રોગની તીવ્રતા વધતા પાન ખરી પડે છે.ચોમાસામાં ફળ ઉપર પણ આવા ટપકા જોવા મળે છે. 👉નિયંત્રણ :-કુપર-૧ (કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦%)@ ૩ ગ્રામ/ ૧ લીટર અને સાથે કે-સાયક્લીન @(સ્ટ્રેપ્ટોમાઈસીન સલ્ફેટ 90%+ટેટ્રાસિલિન હાઇડ્રોક્લોરાઇડ 10% એસપી) ૦.૨ ગ્રામ/૧ લીટર પાણી માં મિક્સ કરીને છંટકાવ કરવો. 👉રોગ નિયંત્રણ માટે જરૂરી સૂચનો :- ખેતરને નીંદણ મુક્ત રાખો જેથી તેમના દ્વારા ચેપ વધે નહીં. ચેપગ્રસ્ત છોડ અને છોડના અવશેષો ને નાશ કરવા. જો રોગનો ચેપ વધારે છે તો દર ૧૫ દિવસના અંતરે ૨-૩ છંટકાવ કરવા. રોગ માટે નિરીક્ષણ કરતા રહો અને જેવા લક્ષણો દેખાય કે તરત જ સ્પ્રે છંટકાવ કરો. સંદર્ભ :એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
0