AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચીના પાકમાં ફેરરોપણી સમયે રાખો ખાસ કાળજી
ગુરુ જ્ઞાનતુષાર ભટ્ટ
મરચીના પાકમાં ફેરરોપણી સમયે રાખો ખાસ કાળજી
🌶️નમસ્કાર ખેડૂતભાઈઓ આજે આપને વાત કરીશું મરચીના પાક માટેના ખુબ જ અગત્યના પગલા વિશે.જી હા.. આપને વાત કરીશું મરચીમાં ફેરરોપણી વખતે શું કાળજી લેવી જોઈએ? તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. ૧) મરચા ના રોપા ૩૦ થી ૩૫ દિવસમાં ફેર રોપણી માટે તૈયાર થાય જાય છે. ૨) રોપણી સમયે, રોપા ની લંબાઈ આશરે ૧૬ થી ૨૦ સેમી અને ૪-૬ પાંદડા હોવી જોઈએ. ૩) ફેરરોપણી માટે હંમેશા તંદુરસ્ત અને રોગમુક્ત છોડની પસંદગી કરવી ખૂબ જરૂરી છે જેથી તે રોગ ફેર-રોપણી કરેલ ખેતરમાં ના આવે અને બીજા છોડને ચેપગ્રસ્ત ના કરી શકે. ૪) જો ધરુવાડિયું તૈયાર કરેલું હોય તો રોપા ખોદવા ના આગળના દિવસે ધરૂવાડિયા માં પાણી આપવું જેથી કરી ને છોડ ને આસાનીથી જમીનમાંથી ખેંચી શકાય અને તેના મૂળને પણ નુકસાન ન થાય. ૫) રોપાઓ રોપતા પહેલા રોપા ના મૂળ ને ઝીમફ્લો @ 2 ગ્રામ / લિટર પાણીના દ્રાવણમાં ૧૦-૧૫ મિનીટ ડુબાડવું જોઈએ અને તે પછી અને મુખ્ય ખેતર માં રોપવા જોઈએ. ૬) મુખ્ય ખેતરમાં જમીન સારી રીતે ઉઠેલા ગાદી ક્યારા જેવા ચાસ ખેચેલા હોય તેના પર બે હર વચ્ચે ૩ થી ૪ ફૂટ અને બે છોડ વચ્ચે ૧.૫ થી ૨ ફૂટ અંતર રહે એ રીતે ફેર રોપણી કરવી જોઈએ. ૭) મૂળ પાસે હવા ના રહે એમ ફરેતે થી માંથી માટી દબાવવી. ૮) ફેર રોપણી હમેશા સાંજ ના સમયે કરવી હિતાવહ છે. સંદર્ભ :- તુષાર ભટ્ટ આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
20
4
અન્ય લેખો