AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંબામાં મોર વધારો અને કેરી ખરણ અટકાવો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
આંબામાં મોર વધારો અને કેરી ખરણ અટકાવો
🥭શિયાળાની ઋતુમાં બાગાયતનો ખુબ અગત્યનો ભાગ એટલે આંબાનો પાક. જેને ફળનો રાજા કેહવામાં આવે છે. હાલની પરિસ્થિતિમાં આંબામાં ફ્લાવરિંગ શરુ થય ગયું હશે.તો આજે આપણે વાત કરીશું કે વધુ ફૂલો કઈરીતે બેસે અને તે ફુલ માંથી જયારે કેરી વટાણા જેવડી બને ત્યારે તેનું ખરણ કઈ રીતે અટકાવવું એ વિશે વાત કરીશું. 🥭સૌ પ્રથમ મોર આવ્યા પહેલા પ્રથમ છંટકાવમાં મેન્ટો (ઇમિડાક્લોપ્રીડ ૭૦% WG) @ ૫ મિલી/૧૫ લીટર પાણીમાં મિક્સ કરીને મોર આવ્યા પહેલા કરવો. બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૫ દિવસ પછી ક્રૂઝર (થાયોમીથોક્ઝામ ૨૫%WG) @ ૧૨ ગ્રામ અને સાથે મેન્ડોઝ (મેન્કોઝેબ ૬૩% + કાર્બેન્ડાઝીમ ૧૨ % WP) @ ૩૫ ગ્રામ/૧૫ લીટર મુજબ કરવો. 🥭ખાસ કાળજી એ રાખવી કે ઓક્ટોબર મહિના પછી જે મોર આવવાની શરૂઆત થાય ત્યાર થી કેરી વટાણા જેવડી થાય ત્યાં સુધી પીયત આપવું નહી. 🥭ત્રીજો છંટકાવ મોર માંથી કેરી વટાણા જેવડી થાય ત્યારે કોન્સ્ટા (ફીપ્રોનીલ ૪૦% + ઇમિડાકલોપ્રિડ ૪૦ % WG ) @ ૫ ગ્રામ અને સાથે હેક્ઝા (હેક્ઝાકોનાઝોલ ૫ % SC) @ ૩૫ મિલી/૧૫ લીટર પાણીમાં ભેળવી ને છંટકાવ કરવાથી ફુલ ખરણ અને રોગ આવતા અટકાવી શક્ય છે. 🥭મોર અને નાની આંબામાંની કેરીઓ મોટા પ્રમાણમાં ખરી જાય છે. ફળ ખરતા અટકાવવા માટે કેરી વટાણા જેવડી થાય ત્યારે હોલ્ડ ઓન (આલ્ફા નેપ્થેલીન એસેટિક એસિડ ૪.૫% SL) ૩ મિલી/૧૫ લિટર પાણીમાં મિક્સ કરીને છંટકાવ કરવો અને બીજો છંટકાવ ૧૫ દિવસ પછી ફરી કરતા કેરી ખરણ અટકાવી શકાઈ છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
21
9
અન્ય લેખો