AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીરામાં કાળી ચરમીના લક્ષણો જાણી નિયંત્રણ મેળવો !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીરામાં કાળી ચરમીના લક્ષણો જાણી નિયંત્રણ મેળવો !
📍સામાન્ય રીતે વાવણી બાદ ૩૦ થી ૪૦ દિવસ પછી આ રોગની શરૂઆત થાય છે. 📍ઝાકળ અને ધુમ્મસથી આ રોગનું પ્રમાણ વધે છે. 📍રોગ વર્તુળાકારે કુંડીઓમાં જોવા મળે છે.ડાળીઓ પર કથ્થાઈ રંગના ટપકા જોવા મળે છે. જે સમય જતા મોટા થાય છે. 📍ડાળીઓ પર ભૂખરાથી બદામી રંગના ધાબા પડે છે. ઝાકળ પડતા આખા છોડ ૫ર ફૂગના અસંખ્ય બીજાણુંઓ તૈયાર થાય છે. જેનો ફેલાવો હવા દ્રારા ખુબ જ ઝડપથી થાય છે. 📍પાક નાનો હોય અને જો રોગ લાગે તો છોડમાં ફૂલ બેસતા પહેલાં જ સુકાય જાય છે અને ફૂલ બેસવાની અવસ્થાએ રોગ લાગે તો બેસેલ દાણા ચીમડાયેલા, વજનમાં હલકા કાળા રંગના જોવા મળે છે. 📍રોગની તીવ્રતા વધતાં છોડ સુકાયને આખું ખેતર દાઝી ગયુ હોય તેમ કાળું પડી જાય છે. એકવાર આ રોગનું આક્રમણ થયા પછી તે ઝડપથી પ્રસરીને આખા ખેતરોને સાફ કરી નાખે છે. 📍કમોસમી વરસાદમાં આ રોગ ઝડપથી પ્રસરે છે. નિયંત્રણ: મેન્ડોઝ (મેન્કોઝેબ ૬૩% +કાર્બેન્ડાઈઝિમ ૧૨% ડબ્લ્યુપી) ૫૦૦ ગ્રામ/એકર મુજબ આપવી. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
10
અન્ય લેખો