AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મચ્છરના ડંખથી થતી અસરોને અટકાવો સરળ રીતે !
સ્વાસ્થ્ય સલાહTV9 ગુજરાતી
મચ્છરના ડંખથી થતી અસરોને અટકાવો સરળ રીતે !
વરસાદ આપણને કાળઝાળ ગરમીથી ઘણી રાહત આપે છે પરંતુ પાણીનો ભરાવો, એલર્જી અને મચ્છરના ભયંકર ત્રાસથી કેટલીકવાર હેરાન થઈ જવાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન મચ્છરોના ત્રાસથી તમે બચી શકતા નથી. આજ ના આ આર્ટિકલ માં કેટલાક ઘરેલુ ઉપાય છે, જે તમે અજમાવી શકો છો. બરફ: • ઠંડુ તાપમાન બળતરા ઘટાડવામાં મદદ કરે છે. બરફને તમારી ત્વચા પર સીધો ન મૂકો, તેના બદલે આઇસ પેકનો ઉપયોગ કરો અને વારે વારે તેને અસરગ્રસ્ત વિસ્તારમાં 10-15 મિનિટ સુધી મૂકો. એલોવેરા: • એલોવેરા કુદરતી એન્ટિસેપ્ટિક તરીકે કાર્ય કરે છે. તે ખંજવાળ અને સોજો ઘટાડે છે અને ઝડપી ઉપચારમાં મદદ કરે છે. તે સનબર્ન માટે પણ સારો ઇલાજ છે. આ છોડની કઠિન ત્વચાને દૂર કરો અને જેલ કાઢી લો. લગભગ 10-15 મિનિટ માટે જેલને ઠંડું કરો અને પછી તેને તમારી ત્વચા પર ઘસો . લસણ અને ડુંગળી: • તેના તત્વો સોજો ઘટાડવામાં અને ખંજવાળને શાંત કરવામાં મદદ કરે છે. તદુપરાંત, તેની સુગંધ જંતુઓ અને મચ્છરને દૂર રાખી શકે છે. ડુંગળી અથવા લસણને અસરગ્રસ્ત સ્થાને લગાવો, તેને થોડીવાર માટે છોડી દો અને પછી ધોઈ નાખો. મીઠું: • મચ્છરના કરડવાની સારવાર માટે મીઠું એક સરળ ઉપાય છે. તે તેના એન્ટિસેપ્ટિક અને બળતરા વિરોધી ગુણધર્મોને કારણે સહાયક છે. પાણીમાં થોડું મીઠું મિક્સ કરો અને અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રવાહી લગાવો. મધ: • મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે અને તેથી તે ડંખને ચેપ લાગવાથી બચાવી શકે છે. કાચા મધનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. કાચા મધના એક નાનો ટીપાંથી બળતરા ઘટે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
7
1