AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકાના પાકમાં કરો સુકારાનું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
બટાકાના પાકમાં કરો સુકારાનું નિયંત્રણ
🥔બટાકાનું વાવેતર કરતા ખેડૂતો ને પાકમાં આત્યારે આગોતરો અને પાછોતરો સુકારાનો પ્રશ્ન જોવા મળતો હશે.તો આજે આપણે આ રોગની ઓળખ ,નુકશાની અને નિયંત્રણ વિશે વાત કરીશું. 🥔આ રોગ ફૂગ થી થાય છે. વાદળછાયું હવામાન , હવામાં ખુબ જ ભેજ વધતા તેમજ કમોસમી માવઠું થાય ત્યારે આ રોગ આખા ખેતર માં ત્વરિત ફેલાય જાય છે.આગોતરો સુકારાની શરુઆત છોડના નીચેના પાન ઉપર ભૂખરા બદામી રંગના લંબગોળ કે કાટખૂણ આકારના ટપકાં જોવા મળે અને ધીરે ધીરે આખા છોડમાં પ્રસરી જઈ છોડ સુકાઇ જતો હોય છે. 🥔પાછોતરા સુકારાની શરૂઆતમાં પાન પર પાણી પોચા ભૂરા ટપકાં જોવા મળે છે. આવા ટપકાં સમગ્ર પાન પર જોવા મળે છે. પાનની કિનારી એથી આવા ટપકાં વર્તુળાકારે જોવા મળે છે. જે છેવટે સમગ્ર પાન પર ફેલાઇ જાય છે જેથી પાન સુકાઈ જઇ કાળુ પડી જાય છે. આવા રોગીષ્ટ પાનને ઝીણવટથી જોતા ટપકાંની નીચેની બાજુએ સફેદ ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. રોગીષ્ટ છોડ થોડા દિવસોમાં સુકાઇ જાય છે. ખેતર દઝાઈ ગયેલું હોય તેવું લાગે છે. અને તીવ્ર વાસ આવે છે. આ રોગ ને કારણે પાકની ગુણવત્તા અને ઉપજ માં ભારે નુકશાન જોવા મળે છે. 🥔નિયંત્રણ :- આ રોગના અસરકારક નિયંત્રણ માટે રોઝતામ (એઝોક્સિસ્ટ્રોબિન 11 % + ટેબુકોનાઝોલ 18.3 % SC) @ ૨૫ મિલી અને જરૂર જણાય તો નિજ છંટકાવમાં ડ્રેગનેટ (એઝોક્સિસ્ટ્રોબિન 4.8 + ક્લોરોથાલો નીલ 40% SC) @ ૪૫-૫૦ મિલી અને સાથે સારા વિકાસ માટે સ્ટેલર @ ૩૦ મિલી /૧૫ લીટર પાણીમાં સાથે મિક્સ કરી છંટકાવ કરવાથી સારું પરિમાણ મેળવી શકાય છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
12
2