AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરના પાકમાં કરમોડી નો રોગ !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડાંગરના પાકમાં કરમોડી નો રોગ !!
🌾 ડાંગર માં હાલના વાતાવરણ પ્રમાણે કરમોડી રોગ નો ઉપદ્રવ વધવાની શક્યતા જણાઈ રહી છે.તો આજે આપને જાણીશું તેના તેના પ્રકાર, લક્ષણો ,નુકશાની અને નિયંત્રણ વિશે વિગતવાર માહિતી. 👉🏻ડાંગરના કરમોડી રોગથી થતું નુકશાન :- કરમોડી રોગ ડાંગરના વિનાશકારી રોગમાનો એક રોગ છે. આ રોગ પાન, ગાંઠ અને કંઠી ઉપર જોવા મળે છે. આ રોગ વાનસ્પતિક વૃદ્ધીની અવસ્થાએ આવે તો આખા છોડને ખતમ કરી શકે છે. દાણા ભરવાની અવસ્થા એ આ રોગ નો હુમલો થાય તો દાણા ભરતા નથી ગુણવત્તા જળવાતી નથી અને ઉત્પાદન પર માઠી અસર થાય છે. 👉🏻રોગના લક્ષણો…. આ રોગ ફુગથી થાય છે. લગભગ ડાંગર ઉગડતા બધા જ વિસ્તારમાં વત્તા ઓછા પ્રમાણમાં આ રોગ જોવા મળે છે. ૧) પાનનો કરમોડી :- શરુઆતમાં પાન પર ટાંકણીના માથા જેવા નાના ઘાટા અથવા આછા બદામી ટપકાં જોવા મળે છે. જે મોટા થતાં આંખ આકારના બંને બાજુ અણીવાળા ૧ સે.મી. લંબાઈના અને તપખરીયા રંગના હોય છે જેનો વચ્ચેનો ભાગ ભૂખરો સફેદ દેખાય છે. રોગ તીવ્ર સ્વરૂપમાં હોય ત્યારે લગભગ આખા પાન પર આવા ટપકાં થાય છે જેથી પાન ચીમળાઈને સૂકાઈ જાય છે. છોડનો વિકાસ અટકી જાય છે. ૨) ગાંઠ નો કરમોડી :- છોડના થડની ગાંઠો રોગના આક્રમણથી સડીને કાળા ભૂખરા રંગની થાય છે. છોડ ગાંઠમાંથી ભાંગી પડે છે જેથી જમીન પર પડતાં દાણામાં નુકશાન થાય છે ૩) કંઠીનો કરમોડી :- છોડની કંટીનો પહેલા સાંધાનો ભાગ ફુગના આક્રમણથી કાળાશ પડતા ભૂખરા રંગનો થઈ જાય છે.તેમજ કંટીની બીજી નાની શાખાઓના સાંધા પણ કાળા કે ભૂખરા રંગનો થાય છે જેથી દાણાને પોષણ મળતું નથી જેથી દાણા પોચા રહે છે. કંટી સાંધાના ભાગમાંથી ભાંગી પડે છે અને ઉત્પાદનમાં આર્થિક નુકશાન થાય છે. 👉🏻રોગનું નિયંત્રણ :- રોગ નો ઉપદ્રવ જણાય ત્યારે મેન્ડોઝ @ ૩૫ ગ્રામ / ૧૫ લીટર અથવા હેક્ઝા @ ૩૦ મિલી / ૧૫ લીટર અથવા અવતાર @ ૩૦ ગ્રામ / લીટર પાણીથી છંટકાવ કરવો. *અન્ય જરૂરી મુદ્દા :- > બીજ ઉપચાર માટે ફૂગનાશક કાર્બેન્ડાઝિમ ૨૫% + મેન્કોઝેબ ૫૦% ડબ્લ્યુ એસ (સ્પ્રિન્ટ) @ ૩ ગ્રામ / કિલો બીજ માટે ઉપયોગ કરો. > નાઈટ્રોજન યુક્ત ખાતર ભલામણ મુજબ જ આપવું. > ડાંગરના પાકને યોગ્ય અંતરે રોપણ કરવું. > ખેતરની આજુબાજુ ના શેઢા પાળા પર નું ઘાસ કાઢી નાખવું અને ચોખ્ખા રાખવા. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
1
અન્ય લેખો