AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં ખુણીયા ટપકાનો રોગ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કપાસમાં ખુણીયા ટપકાનો રોગ
☘️કપાસના પાકમાં અત્યારે જોવા મળતી ગંભીર સમસ્યા એટલે ખુણીયા ટપકાંનો રોગ.જે પાકમાં પાછળની આવસ્થાએ જોવા મળે છે અને તેના કારણે તૈયાર થયેલ કપાસની ગુણવતા બગડે છે.તો જાણીયે નુકશાની ના લક્ષણો અને તેનું નિયંત્રણ. - કપાસના પાકમાં જમીન થી ઉપરના ભાગ ઉપર પાણી પોચા ડાઘાં જોવા મળે છે. જે વધીને અનિયમિત આકાર ના અને સમય જતા બદામી કે કળા રંગ ના થાય છે. - આક્રામણ વધતા ડાળીઓ પર કાળી કે બદામી રંગ ના ચાંઠા જોવા મળે છે, તેમજ પાનની નશો કાળા રંગની બને છે. અને ડાળીનો નમી જાય છે અને સુકાઈ જાય છે. - જીંડવાની અવસ્થા એ રોગ આવે તો જીંડવા ઉપર પણ પાણી પોચા ડાઘાં જોવા મળે છે અને જીંડવા ખરી જાય છે. - જો તને આવા ડાઘા વાળા ભાગ ને કાપીને ચોખ્ખા પાણી માં ડૂબાડો તો કપાયેલા ભાગ માંથી દુધિયા રંગ નું પ્રવાહી પાણીમાં ઝરતું દેખાઈ છે. ☘️આ રોગના નિયંત્રણ વિશે વાત કરીએ તો કે-સાયક્લીન (સ્ટ્રેપ્ટોમાયાસીન સલ્ફેટ ૯૦ % + ટેટ્રાસાયક્લીન હાઇડ્રોક્લોરાઇડ ૧૦ %) @ ૨ ગ્રામ / લીટર અને કૂપર-૧ (કોપર ઓક્સીક્લોરાઇડ 50% WG) @ ૪૫ ગ્રામ /૧૫ લીટર પાણી માં ભેળવી છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
2
અન્ય લેખો