AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરના પાકમાં કંટીના ચુસીયા ની નુકશાની !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડાંગરના પાકમાં કંટીના ચુસીયા ની નુકશાની !!
🌾આજે આપણે વાત કરીશું ડાંગરના કંટીના ચુસીયાની ઓળખ, નુકશાની અને તેના નિયંત્રણ વિશે. > પુખ્ત કીટક લીલાશ પડતાં પીળા કે બદામી રંગના અને ૧૫ થી ૧૭ મી.મી. લાંબા હોય છે. > તેના શરીરમાં ખાસ પ્રકારની અણગમતી વાસ આવતી હોવાથી તે ગંધી બગ તરીકે ઓળખવામાં આવે છે. > આ જીવાત ચોમાસાની ઋતુની અંતિમ તબક્કામાં જોવા મળે છે > ઈંડા માંથી નીક્ળેલ તાજુ બચ્ચુ લીલા રંગનું હોય છે પરંતુ તેના વિકાસની સાથે તેનો રંગ કથ્થઈ થઈ જાય છે. > બચ્ચા તેની ૫ જુદી જુદી અવસ્થાએ ૨૫ થી ૩૦ દિવસોમાં પૂર્ણ કરી પુખ્ત બને છે. > આ પુખ્ત અવસ્થા ૬૯ દિવસની જ હોય છે. 🌾નુકશાન :-પુખ્ત અને બચ્ચા વહેલી સવારે અને સાંજે સક્રિય થતાં હોય છે. બચ્ચા તેમજ પુખ્ત કીટક કંટીમાં દુધ ભરાયેલ દાણામાંથી રસ ચુસે છે. પરિણામે આવા દાણા પોચા રહે છે. ઉપદ્રવ વધુ હોય તો કંટી પર દાણાને બદલે ડાંગરના ખોખા જ રહે છે. 🌾નિયંત્રણ :-આ જીવતા નો ઉપદ્રવ જણાતા પ્રથમ છંટકાવ કિલ-એક્સ (થાયોમેથોક્ઝામ ૧૨.૬% +લેમડા સાયહેલોથ્રીન ૯.૫%) @ ૮૦ મિલી /એકર અથવા અગ્લોરો @ ૫૦૦ મિલી /એકર સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
5