AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સફેદમાખી ને ભગાડો, પાક તંદુરસ્ત બનાવો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
સફેદમાખી ને ભગાડો, પાક તંદુરસ્ત બનાવો
🥔બટાકાના પાકમાં સફેદમાખી એક ગંભીર સમસ્યા છે. અને જો તેનું સમયસર નિયંત્રણ કરવામાં ના આવે તો પાકમાં વાયરસ પણ લાવી દે છે.તો જાણીયે લેખ દ્રારા તેનું અસરકારક નિયંત્રણ કઈ રીતે કરી શકાય. Add Lifecycle,Image -1 🥔બટાકાના પાકમાં સફેદમાખી ના બચ્ચા અને પુખ્ત બંને પાનની નીચે ની સપાટી એ રહી પાન માંથી રસ ચૂસે છે જેને પરિણામે પણ પર પીળાશ પડતા ડાઘ પડે છે. જીવાત ના વધારે ઉપદ્રવને કારણે પાન પીળું પડી જાય છે. છોડનો વિકાસ અટકી જાય છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે. બચ્ચા ચીકણા મધ જેવા પદાર્થ નો સ્ત્રાવ કરે છે. જેની ઉપર કાળી ફૂગ લાગેલી જોવા મળે છે. જેના કારણે પાક નો વિકાસ રૂંધાય છે. Image-2 🥔આ જીવાતના નિયંત્રણ વિષે વાત કરીયે તો પ્રથમ છંટકાવમાં મેડ્રીડ (એસિટામીપ્રીડ ૨૦ % SP) @ ૧૦ ગ્રામ અને એડોનિક્ષ (પાયરિપ્રોકસીફેન ૫% + ડાયફેન્થીયુરોન ૨૫ % SE) @ ૩૦ મિલી અને સાથે સારા વિકાસ માટે સ્ટેલર @ ૩૦ મિલી/ ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપરાંત સફેદ માખીના નિરીક્ષણ માટે પાક માં પીળા રંગ ના સ્ટીકી ટ્રેપ@ ૫ નંગ/ એકર પ્રમાણે મુકવા. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
6
3
અન્ય લેખો