AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વેલાવાળા શાકભાજીમાં ફળમાખી !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
વેલાવાળા શાકભાજીમાં ફળમાખી !
🐝 ફળમાખી કારેલા, ઘીલોડી, કાકડી, તડબૂચ, ગલકાં, તૂરિયા વગેરેને નુકસાન કરે છે. 🐝માદા કિટક ફળની છાલમાં કાંણૂં પાડી તેની નીચે ઇંડાં મૂંકતી હોવાથી તે આપણને દેખાતા નથી. 🐝આ કાણાંમાંથી ઝરતો રસ સુકાઇ જતા બદામી રંગના ગુંદરમાં ફેરવાઇ જાય છે, જે સ્પષ્ટ જોઇ શકાય છે અને તેના ઉપરથી અંદાજ આવી જાય છે કે વાડીમાં આનો ઉપદ્રવ શરુ થઈ ગયો છે. 🐝ઉપદ્રવતિ ફળમાં કહોવારો લાગુ પડતા ખરી પડતા હોય છે. નુકસાન પામેલ ફળ બેડોળ બની જતા તેનો આકાર બદલાઇ જતો હોય છે, ગુણવત્તા બગડે છે. 🐝ફળમાખી ગરમ વાતાવરણ વધુ સક્રિય રહે છે અને માર્ચ-એપ્રિલમાં પ્રકોપ વધારે રહે છે. પાક પુરો થયે થી વાડીમાં ઉંડી ખેડ કરી કોશેટાનો નાશ કરવો. 🐝 ટુઆ પડેલ કે નુકસાન પામેલ ફળો અને ખરી પડેલ ફળ વિણી લઈ ખાડો ખોદી દાટી દેવા અને વાડીની ચોખ્ખાઇ જાળવવી. 🐝આ જીવાત રાસાયણિક દવાઓના છંટકાવથી ખાસ કોઇ ફાયદો થતો ન હોવાથી, દવાઓના છંટકાવ બને ત્યાં સુધી ટાળવા. 🐝વાડીમાં ક્યુ-લ્યુરયુક્ત પ્લાયવુડ બ્લોક ધરાવતા ટ્રેપ એકરે ૮ થી ૧૦ મૂકવા. 🐝ટ્રેપ્સ સરખા અંતરે અને વાડીની ઉંચાઇએ ગોઠવવા. 🐝 અઠવાડિયે બે વાર ટ્રેપ્સમાં પકડાયેલ ફળમાખીના પુખ્ત કિટક કાઢી લઈ જમીનમાં દાટી દેવા. 🐝 ફળમાખીને પીળો રંગ ગમતો હોવાથી પીળા રંગવાળા ટ્રેપ્સની પસંદગી આપવી. આવા ટ્રેપ્સ ઘરઘથ્થું ખેડૂતો જાતે પણ બનાવી શકે છે, ઘણી ઓછી કિમ્મતે. 🐝વિષ પ્રલોભિકા (૫૦૦ ગ્રામ ગોળ + ૧૦ લી પાણી + સ્પીનોસાડ ૪૫ એસસી દવા ૩ મિલિ)નો મોટા ફોરે વાડીમાં ૭ x ૭ મીટરના અંતરે ફૂલ આવ્યા પછી છંટકાવ કરવો. કોઇ પણ સંજોગોમાં ભૂલથીય મિથાઇલ યુજીનોલના ટ્રેપ્સ ગોઠવી દેવા નહિ. 🐝 કાકડી જેવા વેલાવાળા શાકભાજીમાં ફ્લુબેન્ડીએમાઇડ ૮.૩૩% + ડેલ્ટામેથ્રિન ૫.૫૬% એસસી દવા ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે મોટા ફોરે દવાનો છંટકાવ કરવો. 🐝 ટ્રેપ્સ જો લાકડીના ડંડા ઉપર લગાવ્યા હોય તો ડંડા ઉધઇથી નુકસાન ન થાય તેની કાળજી રાખવી. 🐝 હવા કે પવનથી લગાવેલ ટ્રેપ્સ ખૂબ ઝુલતા ના રહે તેનું ધ્યાન રાખીને લગાવવા. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
3
અન્ય લેખો