AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મધમાખીને જંતુનાશકોની ઝેરી અસરથી કઈ રીતે બચાવવી !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મધમાખીને જંતુનાશકોની ઝેરી અસરથી કઈ રીતે બચાવવી !
🐝 જ્યારે નુકશાન કરતી જીવાતો તેની સમ્યામાત્રા વટાવે ત્યારે જ દવાનો છંટકાવ કરવો જોઇએ. 🐝જંતુનાશક દવાઓ બોટલ/ખોખા/ડબ્બા ઉપર છાપેલા લેબલ બરાબર વાંચીને છંટકાવ કરવો. જો તેના પર એવું લખેલ હોય કે આ દવા મધમાખી માટે હાનિકારક છે તો આવી દવાનો છંટકાવ ન કરવો. 🐝મધમાખીને ઓછી ઝેરી હોય તેવી દવાઓનો ઉપયોગ કરવો જોઇએ તથા જરૂરીયાત મુજબજ છંટકાવ કરવો જોઇએ. 🐝ફૂલ જ્યારે ખીલેલા હોય ત્યારે તથા વસંત ઋતુમાં શક્ય હોય તેટલો જંતુનાશકોનો છંટકાવ ઓછો કરવો. 🐝 શક્ય હોય તેટલી ઓછામાં ઓછી જંતુનાશક દવાઓ પાક પર છાંટવી જોઇએ. દવા છાંટવાની જરૂર પડે તો વહેલી સવારે કે મોડી સાંજે છંટકાવ કરવો. 🐝 પાણી તથા જમીન ઝેરી જંતુનાશક દવાથી અસરગ્રસ્ત ન થાય તેવુ આયોજન કરવું. 🐝આકર્ષિત ફૂલોવાળા પાકોને ઓળખવા તથા તેની સારી રીતે માવજત કરવી. 🐝દવા જ્યારે છાંટવાની હોય ત્યારે આજુબાજુ મધપૂડાની પેટી અથવા તો મધપૂડો ના હોય તે જોવુ.જો મધપેટી હોય તો મધમાખીની અવર-જવર કરવાનું કાણું બંધ કરી પછી જ દવા છાંટવી જેથી મધમાખીને જંતુનાશક્ના છંટકાવથી બચાવી શકાય. 🐝 સંકલિત જીવાત વ્યવસ્થાપનનો અભિગમ અપનાવવો જેથી જંતુનાશક દવાનો ઉપયોગ ઘટાડી શકાય. 🍯 મધપેટીની વસાહતની આસપાસમાં શક્ય હોય ત્યાં સુધી ઓછી ઝેરી કીટનાશી દવાઓનો ઉપયોગ કરવો. 🍯 મધમાખીની પેટીઓ રાખવામાં આવેલ હોય તેની આસપાસનાં ખેતરના માલિકોની સાથે પરામર્શ કરી જ્યારે દવાનો છંટકાવ કરવાના હોય તેના આગલા દિવસે જાણ કરે. જેથી મધમાખીનું આવન-જાવન રોકી શકાય અને તેના કારણે વિપરીત અસર ઘટાડી શકાય. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
3