AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન આપવા ખાસ છે આ યોજના, જાણો વિગત !
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન આપવા ખાસ છે આ યોજના, જાણો વિગત !
👨🏼‍🌾 ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોથી પ્રગતિશીલ ખેડૂતોની સંખ્યા વધી રહી છે. આવા ખેડૂતો પૈકી કેટલીક નવીન પ્રકારની કે વિશેષ ખેતી કરતાં ખેડૂતોનું સરકાર સન્માન કરે છે. આ યોજનાનું નામ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર છે. જેમાં ખેડૂતોને 51 હજારનો પુરસ્કાર આપવામાં આવે છે. કેવા ખેડૂતોનું કરવામાં આવે છે સન્માન ➡ કૃષિ પાકની નવીન જાત અથવા વિસ્તારમાં નવીન પાકની સફળ ખેતી દ્વારા વિશિષ્ટ યોગદાન માટે ➡ જળ સંચય, પિયત તથા વરસાદી પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે ➡ સફળ સૂકી ખેતીમાં પ્રદાન ➡ નવિનતમ સંકલિત રોગ જીવાત નિયંત્રણ કરવા માટે અનોખી સિદ્ધી ➡ કોઠાસુઝથી નવીન ખેત ઓજાર વિકસાવવા ➡ મધમાખી પાલન, મત્સ્ય પાલન, મરઘાં ઉછેર વગેર કૃષિ સંલગ્ન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી માટે શાલ અને સન્માન પત્ર આપી બહુમાન સંપર્ક સૂત્ર : 📢 આ અંગે વધુ માહિતી માટે dag.gujarat.gov.in પર અથવા ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
1
અન્ય લેખો