AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સાબરકાંઠાના ખેડૂતે કરી કમાલ
નઈ ખેતી નયા કિસાનએગ્રોસ્ટાર
સાબરકાંઠાના ખેડૂતે કરી કમાલ
👉ગુજરાતના ખેડૂતોની આવક વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની સ્કીમ ચલાવવામાં આવે છે. જેનો લાભ લઈને અત્યાર સુધીમાં ઘણા ખેડૂતો બે પાંદડે થયા છે. સાબરકાંઠાના વડાલી તાલુકાના ચુલ્લા ગામની ચટાકેદાર વાલોળની ખેતીથી ખેડૂતો બે પાંદડે થયા છે. 👉વડાલીની વાલોળે લગાડ્યો ચટકો : તમે હાઇવે પર મુસાફરી કરતા હોય અને ઘરના જેવું ખાવાની ઇચ્છા થાય તો હોટલ કે ઢાબા પર બેસોને ત્યાં તમારી થાળીમાં વાલોળનું શાક હોય ને પહેલા જ કોળીયો જીભ ઉપર મુકતા તેવું લાગે કે અરે આતો વડાલીની વાલોળ લાગે છે. વડાલીની વાલોળનો ચટકો લોકોને એવો લાગ્યો છે કે જો થાળીમાં વાલોળનું શાક ના હોય તો ભાણું અધૂરુ લાગે છે. 👉એક મહિનામાં બે લાખથી વધુની આવક : આ અંગે વાત કરતા નરેશભાઇ કહે છે કે મારે 19 વિઘા જેટલી જમીન છે. જ્યાં અમે અગાઉ ધાન્ય પાકોનું વાવેતર કરતા હતા. પરંતુ એમાં મહેનત ઝાઝી અને વળતર ઓછું હતુ. હવે વાલોળનું વાવેતર વધુ જમીનમાં કરતા ટૂંકા ગાળામાં વધારે આવક મળતી થઇ છે. શરૂઆતના તબક્કામાં મેં બે થી ચાર વિઘામાં વાલોળની ખેતી કરી.જેમાંથી ૩ લાખથી વધુની આવક થઇ.બજારમાં માંગ વધતા મેં આ વર્ષે ૮ વિઘા જમીનમાં વાલોળની ખેતી કરી. જેમાં એક મહિનામાં બે લાખથી વધુની આવક થઇ છે. હજુ આ પાકમાંથી મને ચાર લાખથી વધુની આવાક થશે તેવી આશા છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
1