AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીગુજરાતી ખેતી
હવે વગર વ્યાજે ₹1 લાખ ની લોન, પણ કોને અને કેવી રીતે જાણો વધુ..!
👉 ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ૧૦ લાખ મહિલાઓને શૂન્ય ટકા વ્યાજે લોન-ધિરાણની 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના' શરૃ કરવામાં આવશે. ગુજરાતની સરકારી બેંકો, સહકારી બેંકો, ખાનગી બેંકો અને આરબીઆઇ માન્ય ધિરાણ સંસ્થાઓ દ્વારા આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના ભાગરૃપે પ્રત્યેક મહિલા જૂથને ૧ લાખ રૃપિયાનું લોન ધિરાણ પ્રાપ્ત થઇ શકશે. આગામી ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન ની વર્ષગાંઠ છે ત્યારથી આ યોજનાનો પ્રારંભ કરાશે. 👉 મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની લોન-ધિરાણનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. આ ઉપરાંત લોન-ધિરાણ માટેની સ્ટેમ્પ ડયુટીમાં પણ માફી આપવાનો નિર્ણય કરાયો છે. આ માટે રાજ્ય સરકારે રૃપિયા ૧.૭૫ કરોડનું બજેટ ફાળવ્યું છે. 👉 ખેતી, પશુપાલન, ડેરી વ્યવસાય સાથે જોડાયેલા ૧.૫૮ લાખ સખીમંડળોની ૧૨ લાખ મહિલાઓ પરિવારામં આવક રળવામાં યોગદાન આપે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ગુજરાતી ખેતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
60
12
અન્ય લેખો