AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે બિઝનેસ કરવાનું થયું સરળ! સરકાર આપી રહી છે શાનદાર તક !
બિઝનેસ ફંડાGSTV
હવે બિઝનેસ કરવાનું થયું સરળ! સરકાર આપી રહી છે શાનદાર તક !
◾ હવે બિઝનેસ કરવાનું થયું સરળ! સરકાર આપી રહી છે શાનદાર તક, પીએમ મુદ્રા લોન યોજના સરકારની એક એવી સ્કીમ છે, જેના હેઠળ તમને લોન મળી શકે છે. ખાસકરી તમે તમારા ઘરની મહિલાના નામથી અરજી કરો છો, તો તમને સરળતાથી લોન મળી જશે. ચાલો જાણીએ આ યોજનાના ફાયદા અને લોન અરજીની પ્રક્રિયા વિશે ◾આ યોજના હેઠળ દેશના લોકોને પોતાનો નાનો ધંધો શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે. આ અંતર્ગત શિશુ, કિશોર અને તરુણ નામના ત્રણ પ્રકારના લોન આપવામાં આવે છે. શિશુ લોનમાં 50,000 રૂપિયા સુધીની લોન, કિશોર લોનમાં 50 હજારથી 5 લાખ રૂપિયા અને તરુણ લોનમાં 5થી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. એવામાં અરજીકર્તા પોતાની રીતે નક્કી કરી શકે છે, તેને કઇ લોન લેવી છે. મહિલાને મળે છે જલ્દી લોન: કેન્દ્ર સરકાર હાલ દેશની મહિલાઓને જાગૃત કરવા માટે ઘણી યોજના ચલાવી રહી છે. સરકારની આ યોજનામાં મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જો તમે પણ કોઈ ધંધો શરૂ કરવા માંગો છો, તો તમારે લોન લેતી વખતે તમારા ઘરની મહિલાનું નામ આપવું જોઈએ. મહિલા અરજદારના નામે લોન મળવાની સંભાવનાઓ વધશે. કોણ કરી શકે છે અરજી: આ યોજના હેઠળ લોન માટે અરજી મહિલા અથવા પુરુષ બંનેમાંથી કોઈ પણ કરી શકે છે. તેના માટે તમારે પસંદ કરાયેલી સરકારી અથવા ખાનગી બેંકની બ્રાન્ચમાં જવાનું રહેશે અને ત્યા જઇ તેના માટે અરજી કરવાની રહેશે. અરજીકર્તાને તેના સંબંધિત તમામ જાણકારી પણ મળી જશે. તેના માટે તમે ઓનલાઇન અરજી પણ કરી શકો છો. મુદ્રા લોનના લાભ: મુદ્રા લોન પ્રમુખ રૂપથી દુકાનદારો, વ્યાપારીઓ, વિક્રેતાઓ અને MSMEના વિનિર્માણ, વ્યાપાર અને સેવા ક્ષેત્રની ગતિવિધિયોમાં લગાવાય છે. મુદ્રા યોજના ભારત સરકારની ક્રેડિટ ગેરેંટી યોજનાઓ હેઠળ આવે છે. લોનની રકમનો ઉપયોગ ટર્મ લોન અને ઓવરડ્રાફટ સુવિધાઓના રૂપમાં પણ કરાઈ શકે છે. મુદ્રા યોજનાનો લાભ મુદ્રા કાર્ડ દ્વારા મેળવી શકાય છે. મુદ્રા લોન માટે જરૂરી દસ્તાવેજો: વ્યવસાય યોજના, અરજી ફોર્મ, અરજદાર અને સહ-અરજદારના પાસપોર્ટ કદના ફોટોગ્રાફ્સ, અરજદાર અને સહ-અરજદારોના કેવાયસી દસ્તાવેજો, ઓળખના પુરાવા (આધારકાર્ડ / મતદાર ઓળખ કાર્ડ / પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાઇસન્સ), નિવાસસ્થાનનો પુરાવો (આધારકાર્ડ / મતદાર આઈડી કાર્ડ / પાસપોર્ટ / ટેલિફોન બિલ / બેંક સ્ટેટમેન્ટ), આવક પ્રૂફ (આઈટીઆર, સેલ્સ ટેક્સ રીટર્ન, લાઇસેંસ, રજિસ્ટ્રેશન વગેરે), એસસી, એસટી, ઓબીસી, લઘુમતી (જો લાગુ હોય તો), વ્યવસાયનો ચોક્કસ વર્ગનો પુરાવો. સરનામું અને મુદત પુરાવા, નોંધણી, લાઇસન્સ અથવા પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા : સૌથી પહેલા તમારે મુદ્રા યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જવુ પડશે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનું હોમ પેઈઝ ખુલશે. હોમ પેઈઝ પર તમને શિશુ, કિશોર અને તરુણનો ઓપ્શન દેખાશે. આ પસંદ કર્યા પછી, તમારી સામે એક નવું પૃષ્ઠ ખુલશે. તમારે આ પૃષ્ઠ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. આ પછી તમારે આ એપ્લિકેશન ફોર્મનું પ્રિન્ટ આઉટ લેવાનું રહેશે. હવે તમારે અરજી ફોર્મમાં પૂછાયેલી બધી મહત્વપૂર્ણ માહિતી ભરવાની રહેશે. આ પછી તમારે બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો જોડવા પડશે. હવે તમારે આ અરજી ફોર્મ તમારી નજીકની બેંકમાં સબમિટ કરવાની રહેશે. તમારી અરજીની ચકાસણી કર્યા પછી, તમને એક મહિનાની અંદર લોન આપવામાં આવશે. કેવી રીતે કરશો અરજી : આ યોજના હેઠળ જે ઈચ્છુક લાભાર્થી લોન પ્રાપ્ત કરવા માટે અરજી કરવા માંગે છે. તે પોતાની નજીકની સરકારી બેંક, ખાનગી બેંક, ગ્રામીણ બેંક અને વાણિજ્ય બેંક વગેરેમાં પોતાના તમામ દસ્તાવેજો સાથે જઈને અરજી કરી શકો છો. જે બાદ જે બેંકથી તમે લોન લેવા માંગો છો ત્યાં જઈને એપ્લીકેશન ફોર્મ ભરો અને તેની સાથે પોતાના તમામ દસ્તાવેજને અટેચ કરી બેન્કના અધિકારી પાસે જમા કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
2