AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હજારીગોટા (મેરીગોલ્ડ), એક સક્ષમ પિંજર પાક !
સમાચારએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
હજારીગોટા (મેરીગોલ્ડ), એક સક્ષમ પિંજર પાક !
👉 મુખ્ય પાકના ખેતરની ફરતે અથવા અંદર જીવાતને વધુ પસંદ હોય તેવા પાકને વવાતા પાકને પિંજર પાક કહે છે કે જેનો આશય ઉત્પાદન લેવાનો હોતો નથી. 👉 ટામેટીના પાકમાં મુખ્ય જીવાત ટામેટાની ફળ કોરી ખાનાર ઇયળ અને પાન કોરિયું છે. 👉 આ બન્ને જીવાતોના નિયંત્રણ માટે થતા દવાનો ખર્ચ ઘટાડવા માટે પિંજર પાક તરીકે હજારી ગોટાની રોપણી કરવી. 👉 હજારી ગોટા કે જેના ઉપર પીળા રંગના ફૂલો આવે તેવું બિયારણ ખરીદવું. 👉 ટામેટીનું ધરુવાડિયું કરતા હો તે જ સમયે નાના ક્યારામાં હજારીનું ધરુવાડિયું પણ તૈયાર કરવું. 👉 ટામેટીની રોપણીની સાથે સાથે હજારીગોટાના છોડ પણ ખેતરની આજુબાજુ શેઢા નજીક એક કે બે હરોળ રોપવી. 👉 જો આપ ચાહો તો દર ૫ કે ૧૦ ટામેટીની હરોળ પછી એક હજારી ગોટાની હરોળ પણ રોપી શકો. 👉 ટામેટીમાં રોપ્યા પછી ૪૦ થી ૪૫ દિવસે ફૂલ અને ફળ બેસવાના શરુ થશે અને તે દરમ્યાન આ લીલી ઇયળનો ઉપદ્રવ પણ આવતો હોય છે. 👉 ટામેટીના ફૂલો/ ફળ બેસવાના શરુ થાય ત્યારે હજારી ઉપર પણ પીળા રંગના ફૂલો બેસે છે. 👉 લીલી ઇયળના ફૂંદા આવા હજારીના પીળા ફૂલો ઉપર ઇંડા મૂંકવાનું વધારે પસંદ કરે છે. 👉 મોટાભાગના ઇંડાં આવા હજારીના ફૂલો ઉપર મૂંકાશે અને ટામેટામાં ઓછા. 👉 હજારીના પાકટ ફૂલો તોડી લેવાથી મોટી સંખ્યાંમાં લીલી ઇયળના ઇંડા પણ જતાં રહેશ અને ટામેટીને થોડું ઘણું રક્ષણ મળશે. 👉 વધુમાં પાન કોરિયાની જીવાત પણ હજારીગોટાના છોડ ઉપર વધુ રહેશે અને ટામેટીને ઓછું ઓછા નુકસાન કરશે. 👉 પિંજર પાકથી આ જીવાતોના પરભક્ષી/ પરજીવી કિટકોની વસ્તિ પણ વધે છે. 👉 ધ્યાને રાખશો; આવા પિંજર પાક ઉપર જંતું નાશકોનો છંટકાવ કરવો નહિ. 👉 પિંજર પાકને પણ સાથે સાથે ખાતર- પાણી કરતા રહેવું. 👉 તો ચાલો, આ વખતે કરવાની ટામેટીમાં પિંજર પાક પણ કરીએ અને અનુભવ લઇએ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
50
5
અન્ય લેખો