AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્કીમ ! માત્ર 7 રૂપિયા લગાવી દર મહિને મેળવો 5000 રૂપિયા !
યોજના અને સબસીડીVTV ન્યૂઝ
સ્કીમ ! માત્ર 7 રૂપિયા લગાવી દર મહિને મેળવો 5000 રૂપિયા !
સુરક્ષિત રોકાણ માટે બેસ્ટ છે આ સ્કીમ, આ સરકારી સ્કીમમાં મળે છે જોરદાર લાભ !! 👉18 વર્ષથી વધુ અને 40 વર્ષ સુધી ઉંમરની કોઈપણ આ યોજના લઈ શકે છે અમે વાત કરી રહ્યાં છે અટલ પેન્શન યોજના વિશે. આ સરકાર દ્વારા સંચાલિત સફળ પેન્શન યોજના છે. આ યોજનાનું સંચાલન વીમા નિયમનકાર PFRDA દ્વારા કરવામાં આવે છે. આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે છે. આ યોજના પર ભારત સરકાર પેન્શનથી સંબંધિત તમામ લાભ માટેની ગેરેન્ટી આપે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અને મહિને 5000 રૂપિયા પેન્શન જોઈએ તો તમે આ યોજના સાથે જોડાઇ શકો છો. 👉 18 વર્ષથી વધુ અને 40 વર્ષ સુધી ઉંમરની કોઈપણ આ યોજના લઈ શકે છે. આ યોજના હેઠળ રોકાણ ઓછામાં ઓછા 20 વર્ષ સુધી ચાલુ રાખવું પડશે. સૌથી અગત્યની વાત એ છે કે APY યોજના માટે તમારી પાસે એક બેંક ખાતું હોવું જોઈએ જે આધાર સાથે લિંક હોવુ જરૂરી છે. એસબીઆઈ અને ખાનગી ક્ષેત્રની બેંકો પણ અટલ પેન્શન યોજના (APY)નું ખાતુ ખોલી રહી છે. આ યોજનામાં 60 વર્ષ બાદ પેન્શન મળવાનું શરૂ થઇ જાય છે. આ તમારી રોકાણની ઉંમર પર પણ નિર્ભર કરે છે. અટલ પેન્શન યોજનામાં (APY) દર મહિને ઓછામાં ઓછું 1000 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા પેન્શન મેળવી શકાય છે. જો તમારી ઉંમર 18 વર્ષ છે, તો પછી તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. 👉 તમે જેટલી જલ્દી આ યોજના સાથે જોડાશો એટલું જ જલ્દી ફાયદો મેળવી શકશો. જો તમે 18 વર્ષમાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો 60 વર્ષની ઉંમર બાદ દર 5000 રૂપિયાના માસિક પેન્શન માટે તમારે દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે, એટલે કે એક દિવસના 7 રૂપિયા થયા. આ યોજનામાં દર મહિને 1000 રૂપિયા માસિક પેન્શન માટે દર મહિને માત્ર 42 રૂપિયા જમા કરવા પડશે. જ્યારે 2000 મંથલી પેન્શન માટે 84 રૂપિયા, 3000 માટે 126 રૂપિયા અને 4000 માટે 168 રૂપિયા જમા કરવા પડશે. ટેક્સ બેનિફિટ: 💰 અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનારાઓને આવકવેરા કાયદા 80 હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ લાભ મળે છે. આમાંથી, સબ્સ્ક્રાઇબર્સની ટેક્સેબલ આવક ઘટાડી દેવામાં આવે છે. આ સિવાય ખાસ કેસમાં 50,000 રૂપિયા સુધીનો વધારાનો ટેક્સ બેનિફિટ મળે છે. આ યોજનામાં 2 લાખ રૂપિયા સુધીની ડિડક્શન મળે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યુઝ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
7
અન્ય લેખો