AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
🐃 સુરતી ભેંસ ના શારીરિક અને આર્થિક લક્ષણો !
પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
🐃 સુરતી ભેંસ ના શારીરિક અને આર્થિક લક્ષણો !
આ ભેંસ ને નડિયાદી, ચરોતરી અને ગુજરાતી તરીકે પણ ઓળખવામાં આવે છે. શારીરિક લક્ષણો : • આ ઓલાદ મધ્યમ કદ ની અને પાસાદાર બાધા ની હોય છે. • રંગે ભૂરા થી લઇ ને કાળો કલર ધરાવે. • માથું ગોળ અને નાનું. • શીંગડા ટૂંકા અને ચપટા અને દાતરડા જેવા હોય, • કાન મધ્યમ કદના • બાવલું ચોરસ, મધ્યમ કદ નું અને આંચળ સમયાંતરે ગોઠવાયેલા હોય • પુખ્ત માદા ૪૦૦ થી ૫૦૦ અને નર ૪૫૦ થી ૫૦૦ કિલો વજન ધરાવે છે. આર્થિક લક્ષણો : વેતરનું દૂધ ઉત્પાદન 1500 થી 1700 કિ.ગ્રા. પ્રથમ વિયાણ ઉમર 42 થી 48 માસ દુધાળ દિવસો 300 થી 310 દિવસ ફેટ ની ટકાવારી 7% • થીજવેલ બીજ મેળવવાનું સ્થળ : ફ્રોઝન સીમેન બેંક: હરિપુરા જી. સુરત • કુદરતી સંવર્ધન માટે સાંઢ મેળવવાનું સ્થળ : પશુ ઉછેર કેન્દ્ર, ધનરોલ, જી: સુરત. ખેતી અને પશુપાલન ની માહિતી મેળવવા માટે એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરો અને નવીન માહિતી પહેલા મેળવો. ફોલો કરવા માટે 👉ક્લીક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ. આપેલ માહિતી ને લાઈક કરી દરેક મિત્રો ને શેર કરો.
55
9