AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરસ પોચા અને જાળીદાર નાયલોન ખમણ બનાવવાની પરફેક્ટ રીત !
ખાના ખજાનાશ્રી જી ફૂડ રેસિપિસ
સરસ પોચા અને જાળીદાર નાયલોન ખમણ બનાવવાની પરફેક્ટ રીત !
👉 આજે આપણે બનાવીશું એક ફેમસ ગુજરાતી ફરસાણ 'નાયલોન ખમણ', જે બેસન માંથી બનાવવામાં આવે છે જે સરસ પોચા અને જાળીદાર બને છે અને એની સાથે જે એની સ્પેશિયલ ચટણી કે કઢી સર્વ કરવામાં આવે છે એના લીધે એનો ટેસ્ટ ખુબજ સરસ લાગે છે તો આવા પરફેક્ટ ખમણ અને એની ચટણી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ એને પરફેક્ટ બનાવવાની કેટલીક ટીપ્સ મેં રેસીપીમાં જણાવી છે તો એનું ધ્યાન રાખશો તો ખમણ એકદમ સરસ અને પરફેક્ટ બનશે . તૈયારીનો સમય – ૫ મિનીટ બનાવવાનો સમય – ૨૦ – ૩૦ મિનીટ સર્વિંગ – ૩- ૪ વ્યક્તિ 👉 સામગ્રી : ખમણ બનાવવા માટે : ૧.૫ કપ બેસન (૨૦૦ ગ્રામ) ૩/૪ કપ પાણી કે જરૂર પ્રમાણે ૩/૪ ચમચી લીંબુના ફુલ ૩/૪ ચમચી મીઠું ૧ નાની ચમચી ઈનો 👉 વઘાર કરવા માટે : ૩ ચમચી તેલ ૧ ચમચી રાઇ ૪ લાંબા સમારેલા લીલા મરચા મીઠો લીંબડો ૧/૨ કપ પાણી ૧/૪ કપ ખાંડ ચપટી મીઠું 👉 કઢી (ચટણી) બનાવવા માટે : ૨ ચમચી તેલ ૩ ચમચી બેસન ૧ + ૧/૪ કપ પાણી કે જરૂર પ્રમાણે ૧/૪ ચમચી લીંબુ ના ફુલ ૧/૪ ચમચી રાઇ ૧ લીલું મરચું મીઠો લીંબડો ૧/૨ ચમચી સુકા ધાણા થોડું મીઠું ૨ – ૩ ચમચી ખાંડ ચપટી હળદર 👉 રીત : 1) સૌથી પહેલા બેસનને ચાળીને તૈયાર કરી લો,પછી એમાં થી ૧.૫ બેસન ભરી લો લોટ ને દબાવીને કે થપથપાવીને નથી ભરવાનો 2) એક વાસણમાં પાણી ગરમ કરવા મુકી એના પર કાણાવાળી જાળી મુકી દો હવે એક એલ્યુમિનિયમ નું ટીન કે થાળી લઇ એમાં તેલ લગાવી એ ટીન જાળી ઉપર મુકી દેવું અને ઢાંકણ ઢાંકી દેવું જેથી પાણી ઉકળવા લાગે 3) હવે ખીરું બનાવવા માટે લોટને એક તપેલીમાં લઇ લો એમાં લીંબુના ફુલ અને મીઠું ઉમેરો પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઇ સરસ રીતે મિક્ષ કરતા જાવ એમાં કણી ના પડે એનું ખાસ ધ્યાન રાખવું , લીંબુ ના ફુલ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું, ખીરું વધારે જાડું પણ નહિ અને પાતળું પણ નહિ એવું રાખવું 4) ખીરું સરસ રીતે બની જાય એ પછી જ એમાં ઈનો નાખો અને તેના ઉપર ૩ ચમચી પાણી નાખો અને ઈનો નાખ્યા પછી ખીરાને એક જ દિશા માં હલાવવું જેથી સરસ જાળી પડે 5) હવે જે પાણી ગરમ થવા માટે મુક્યું હતું એ ઉકળે પછી ખીરું ટીનમાં નાખી દો ટીન ખીરા થી અડધું ભરાવું જોઈએ જેથી ખમણ સરસ ફુલેહવે ઢાંકણ ઢાંકી ફાસ્ટ ગેસ પર ૨૦ મિનીટ માટે બફાવા દો 6) ૨૦ મિનીટ પછી ગેસ ફાસ્ટ જ રાખવો અને પહેલા ઢાંકણ ઉઠાવી લો જો ગેસ ધીમો કરીને ઢાંકણ ઉઠાવશો તો ઢાંકણ નું પાણી ખમણ માં પડે અને ખમણ બેસી જાય એટલે આ વાત નું ધ્યાન રાખવું,ખમણ બન્યા છે કે નહિ એ ચેક કરવા માટે ચપ્પા ની મદદથી ચેક કરવું ચપ્પુ ચોખ્ખું નીકળે તો સમજવું કે થઇ ગયા હવે ૧૦ મિનીટ એને સીઝવા દો 7) વઘાર તૈયાર કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઇ ઉમેરો રાઇ તતડે એટલે ગેસ ધીમો કરી એમાં લીલા મરચા અને લીંબડો ઉમેરો પછી એમાં પાણી નાખો સાથે જ ખાંડ અને મીઠું ઉમેરી આને ૩ – ૪ મિનીટ ઉકળવા દો 8) ખમણને કાપા પાડી દો હવે તૈયાર વઘાર થોડો નવશેકો થાય એટલે એને ખમણ પર ઉમેરો અને ખમણને ૧૦ -૧૨ મિનીટ આમ જ રહેવા દો 9) ચટણી કે કઢી બનાવવા માટે એક વાટકામાં બેસન , લીંબુ ના ફુલ અને પાણી મિક્ષ કરો સહેજ પણ ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવું જરૂર લાગે તો હેન્ડ બ્લેન્ડર ઉપયોગમાં લઇ શકો 10) હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઇ ઉમેરો , રાઇ તતડે એટલે ગેસ ધીમો કરી દેવો પછી એમાં મરચા,લીંબડો અને સુકા ધાણા નાખો ચપટી હિંગ નાખી બેસનનું ખીરું એમાં નાખો અને એને હલાવતા જાવ જરૂર પ્રમાણે બાકીનું પાણી ઉમેરો 11) કઢી માં મીઠું , ખાંડ અને ચપટી હળદર નાખો અને કઢીને મીડીયમ ગેસ પર ૧૦ -૧૨ મિનીટ ઉકળવા દો,કઢી વધારે જાડી પણ નહિ અને પાતળી પણ નહિ એવી રાખવાની છે 12) હવે બનાવેલા ખમણ સરસ આવા પોચા અને જાળીદાર બન્યા છે એને એક પ્લેટમાં લઇ લઈએ અને એની સાથે બનાવેલી કઢી સર્વ કરીએ 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : શ્રી જી ફૂડ રેસિપિસ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
34
18
અન્ય લેખો