AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકારની ખેડૂતોને ભેટ, ખરીફ પાક માટે MSP માં 62 ટકાનો વધારો !
કૃષિ વાર્તાGSTV
સરકારની ખેડૂતોને ભેટ, ખરીફ પાક માટે MSP માં 62 ટકાનો વધારો !
કેન્દ્ર સરકારે પાક વર્ષ 2021-22 માટે ધાન્ય પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. સોમવારે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ધાન્યની એમએસપી 53 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 1868 રૂપિયા કરી દીધી છે. આ સાથેજ તેલીબિયાં પાક, કઠોળ અને ધાન્યની એમએસપીમાં વધારો કર્યો છે. ખરીફ સિઝનમાં ધાન્ય પાકનું મોટા પ્રમાણમાં વાવેર થાય છે. હાલમાં ખરીફ ધાન્યના વાવેતર પણ ચાલુ થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી 35 લાખ હેક્ટરમાં ધાન્ય પાકનું વાવેતર થઈ જાય છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ખેડૂતોએ ક્યા પાકનું વાવેતર કરવું તેમાં મદદ મળશે. નરેન્દ્રસિંહે દિલ્હીમાં ચાલી રહેવા ખેડૂત આંદોલન અંગે જણાવ્યુ હતુ કે, આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે ચર્ચા માટે સરકાર હમેશા તૈયાર છે.કેન્દ્ર સરકારે બુધવારે નાણાંકીય વર્ષ 2021-22 માટે ખરીફ પાક પર એમએસપીને મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે જણાવ્યું કે ગત વર્ષના મુકાબલે એમએસપીમાં સૌથી વધું વધારો તલ(452 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ)માં કરવામાં આવી છે. ત્યાર પછી તુવેર અને અડદ બન્ને માં 300 રૂપિા પ્રતિ ક્વિન્ટલ આવે છે. ચાલુ પાક સિઝનમાં કપાસ માટે ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 260 રૂપિયાનો વધારો કરીને 5515 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયો છે. ગત વર્ષે કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 5255 હતો. લંબતારી કપાસમાં ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 5550થી વધારીને 5825 રૂપિયા કરાયો છે. ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીના પાક ધિરાણની ચુકવણી સમય ઓગસ્ટ મહિના સુધી વધારી દેવાયો છે. કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે મીટિંગ પછી જણાવ્યું કે સીએસીપીની ભલામણ પર મંત્રી મંડળે 14 ખરીફ પાકની એમએસપી વધારવાનો નિર્ણય લીધો હતો. જેમાં જાડા ધાન્ય પાકમાં ટેકાના ભાવ વધારીને 1868 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દેવાયા છે. જેનાથી ખેડૂતોને ધાન્યના ખર્ચ પર 50 ટકા ફાયદો થશે. નાના ધાન્યમાં એમએસપી માં વધારો કરીને 1888 રૂપિયા કરી દેવાયો છે. બાજરાની એમએસપીમાં 150 રૂપિયાનો વધારો કૃષિ મંત્રી મુજબ ધાનનો ઉત્પાદન ખર્ચ 1245 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ લાગે છે. જ્યારે ઝીણા ધાનની લાગત 1746 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. બાજરાની એમએસપીમાં 150 રૂપિયાનો વધારો કરાઈને રૂપિયા 2150 થયો છે. જ્યારે રાગીમાં 145 રૂપિયા ટેકાના ભાવમાં વધારો થતાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3295 કિંમત નક્કી કરાઈ છે. મકાઈની એમએસપીમાં 90 રૂપિયાનો વધારો કરાયો છે. જે પછી તેની કિંમત પ્રતિ ક્વિન્ટલ 1850 રૂપિયા કરાઈ છે. જુવારમાં 70 રૂપિયા ટેકાના ભાવનો વધારો થયો છે. અડદ પાકમાં સૌથી વધુ વધારો કરાયો કઠોળ પાકની વાત કરવામાં આવે તો, અડદની એમએસપીમાં રૂપિયા 300નો વધારો કરાઈને રૂપિયા 6 હજાર પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે. તુવેરમાં રૂપિયા 200નો વધારો કરાતાં 6 હજાર રૂપિયા કિંમત પ્રતિ ક્વિન્ટલ થશે. જ્યારે મગમાં રૂપિયા 146 નો વધારો કરીને 7196 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરાયો છે. ખાદ્યતેલની આયાત ઓછી કરવા માટે તેલીબિયાં પાકના વાવેતર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સોયાબીનના ટેકાના ભાવમાં રૂપિયા 170નો વધારો કરીને 3880 રૂપિયા અને સૂરજમુખી બીજના 235 રૂપિયા ભાવ વધારો કરીને 5885 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયો છે. મગફળીના ટેકાના ભાવમાં 185 રૂપિયાનો વધારો કરાયો કરાતાં કિંમત 5275 થઈ છે. આ સિવાય તલમાં રૂપિયા 370નો વધારો કરતાં 6855 રૂપિયા પ્રતિ ક્વિન્ટ થયો છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ :GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
5
અન્ય લેખો