AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સફેદમાખી થશે ગાયબ, કરો પાકમાં વૈજ્ઞાનિક રીતે નિયંત્રણ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
સફેદમાખી થશે ગાયબ, કરો પાકમાં વૈજ્ઞાનિક રીતે નિયંત્રણ !
ભીંડાના પાકમાં સફેદમાખીને લીધે ખુબ નુકશાન થાય છે. અને જો આનું નિયંત્રણ સમયસરના કરવામાં આવે તો પાકમાં વાયરસનો પ્રશ્ન પણ આવી જાય છે.તો આજે આપણે તેના નુકશાન અને નિયંત્રણ વિષે વિગતવાર ચર્ચા કરીશું. આ જીવાત ના બચ્ચા અને પુખ્ત બંને પાનની નીચે ની સપાટી એ રહી પાનમાંથી રસ ચૂસે છે જેને પરિણામે પણ પર પીળાશ પડતા ડાઘ પડે છે. આ જીવાત ના વધારે ઉપદ્રવને કારણે પાન પીળું પડી જાય છે. છોડનો વિકાસ અટકી જાય છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે. (Image 1 & 2) બચ્ચા ચીકણા મધ જેવા પદાર્થ નો સ્ત્રાવ કરે છે. જેની ઉપર કાળી ફૂગ લાગેલી જોવા મળે છે. જેના કારણે પાક નો વિકાસ રૂંધાય છે. વધારે ઉપદ્રવ થી પાનની નસો પીળી પડે છે અને બાકીનો ભાગ લીલો રહે છે. આ લક્ષણો દુરથી તરત જ દેખાઈ આવે છે. (Image 3& 4) રોગીસ્ટ છોડની વધ ધીમી થઈ જાય છે અને ધીરે ધીરે છોડ પીળો પડી જાય છે. રોગની અસર ભીંડાની શીંગો પર પણ થાય છે અને શીંગો પીળી પડી જાય છે.તેમજ બરછટ થઈ જાય છે. આવી પીળી શીંગોની બજારમાં ખુબ જ ઓછી કીમત ઉપજે છે અને આર્થિક રીતે ઘણું નુકસાન થાય છે. image-5 સફેદમાખીના રાસાયણિક નિયંત્રણ વિશે જો વાત કરીએ તો પ્રથમ છંટકાવમાં મેડ્રિડ (એસિટામીપ્રીડ ૨૦ % SP) @ ૧૨ ગ્રામ અને જરૂર જણાય તો બીજા છંટકાવમાં એડોનિક્સ (પાયરિપ્રોકસીફેન ૫% + ડાયફેન્થીયુરોન ૨૫ % SE) @ ૩૦ મિલિ/૧૫ લીટર પાણીમાં છંટકાવ કરવો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
4
2
અન્ય લેખો