AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીમાં મિલીબગનો ઉપદ્રવ જણાય છે ??
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીમાં મિલીબગનો ઉપદ્રવ જણાય છે ??
✔️ આ જીવાતનો ઉપદ્રવ શેરડીની રોપણી પછી ૬ મહિને દેખા દે છે. સાંઠાની નીચે આંતરગાંઠ પર રહી પાનના પર્ણતલ નીચે રહી રસ ચૂંસીને નુકસાન કરતી હોય છે. ✔️ જીવાતના શરીરમાંથી ઝરતા મધ જેવા પદાર્થને લીધે કાળી ફૂગ વિકાસ પામે છે. ઉપદ્રવવાળા ભાગ ઉપર અસંખ્ય કીડીઓ ફરતી દેખાતી હોય છે. ✔️ શેરડીની રોપણી વખતે જ જીવાતમૂક્ત કટકા બિયારણ તરીકે પસંદ કરવા. કટકાને રોપતા પહેલા દવાના દ્રાવણમાં થોડી વાર બોળી રાખવા. ✔️ ઉપદ્રવ વખતે છોડની નીચેની ૪ થી ૫ આંતરગાંઠોની પાતરી કાઢી નાંખવી. ✔️ જરુર જણાય તો મોનોક્રોટોફોસ ૩૬ એસએલ દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાને છંટકાવ કરવો. ✔️ મોટે ભાગે શેરડીમાં આવતા વિવિધ ગાભામારાની ઇયળના નિયંત્રણ માટે કરવામાં આવતી માવજતથી મિલિબગ્સનો પણ નિયંત્રણ થઇ જતો હોય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
10
7