AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારીमौसम तक Devendra Tripathi
શું 'મંગળવાર' બનશે ભારે ? જાણો હવામાન સમાચાર !
રાજ્યના વાતાવરણમાં ફરી એકવખત પલટો આવ્યો છે. ગુજરાતમાં ફરી એકવખત માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે બનાસકાંઠાના પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના ઘઉં, જીરું,ચણા,રાયડો સહિતના પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, જિલ્લામાં પાલનપુર,થરાદ, ડીસા, વિગેરે જગ્યાઓ પર સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27 ડિસેમ્બરે વાદળછાયા વાતાવરણ રહેશે. ગુજરાતમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર 10 ડિગ્રી સાથે ઠંડુંગાર શહેર રહ્યું છે. આગામી પાંચ દિવસ ઠંડીમાં સાધારણ ઘટાડો રહેશે. તો બીજી બાજુ ખેતીપાકને નુકસાન થવાની સંભાવના છે. બનાસકાંઠા સહિત અનેક જિલ્લામાં જીરુ, રાયડો અને બટાકાનું મહત્તમ વાવેતર થયું છે. એવામાં આવાં વાતાવરણના કારણે ખેતી પાકમાં સુકારો નામનો રોગ આવવાની શક્યતાઓ વધી ગઈ હતી. જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સંદર્ભ : GK & Current Affairs, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
29
11