AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માંગો છો?
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
શું તમે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માંગો છો?
👉આ હપ્તા હેઠળ દેશના ૮ કરોડ ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો, તો આ માટે તમારે પહેલા તમારું નામ ‘PM સન્માન નિધિ યોજના’માં ઉમેરવું પડશે. 👉આપને જણાવી દઈએ કે સરકાર સીમાંત ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ આપે છે, જેથી તેઓ સારી રીતે ખેતી કરી શકે. અગાઉ માત્ર ૨ હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો જ આ યોજનાનો લાભ લેતા હતા. પરંતુ હવે પીએમ કિસાન યોજના તમામ ઓછી જમીન ધરાવતા પરિવારો સુધી લંબાવવામાં આવી છે. તેથી, હવે ઓછી જમીન ધરાવતા ખેડૂતો પણ આ યોજનામાં તેમના નામ ઉમેરી શકે છે. આ માટે તેમણે કેટલીક ઓનલાઈન પ્રક્રિયા કરવી પડશે. 👉PM કિસાન સન્માન નિધિ યોજનામાં નામ ઉમેરવા માટે, - સૌ પ્રથમ પાત્ર ખેડૂતોએ PM કિસાન યોજનાની વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે. - અહીં જમણી બાજુએ તમે ફાર્મર્સ કોર્નર જોશો. તેના પર ક્લિક કરો. - આ પછી તમારે New Farmer Registration પર ક્લિક કરવાનું રહેશે. - ક્લિક કરવા પર, તમારા માટે એક નોંધણી ફોર્મ ખુલશે. - પછી, ફોર્મને સારી રીતે વાંચો. બધી વિગતો એક પછી એક યોગ્ય રીતે ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો. - તે પછી તમે નોંધણીની હાર્ડ કોપી લો. 👉ખાસ વાત એ છે કે રજીસ્ટ્રેશન કરતા પહેલા તમારે કેટલાક દસ્તાવેજોની પણ જરૂર પડશે. આથી જમીનના અસલ દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક પાસબુક, મતદાર કાર્ડ, તમારી માલિકીની જમીનની સંપૂર્ણ વિગતો અને રહેણાંકનું પ્રમાણપત્ર તમારી સાથે રાખો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
10
2
અન્ય લેખો