AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે જાણો? LPG ધારકો ને આવી સ્થિતિમાં મળી શકે છે ₹50 લાખ !
સમાચારGSTV
શું તમે જાણો? LPG ધારકો ને આવી સ્થિતિમાં મળી શકે છે ₹50 લાખ !
• LPG સિલિન્ડર આજકાલ દરેકના ઘરમાં હોય છે. પરંતુ, તેનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. આમાં ક્યારેક મોટા અકસ્માતો પણ થાય છે. જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય તો તમે ગ્રાહક હોવાને કારણે 50 લાખ રૂપિયા સુધીનું વળતર મેળવી શકો છો. • વાસ્તવમાં, પેટ્રોલિયમ કંપનીઓ LPG એટલે કે રાંધણ ગેસ કનેક્શન લેવા પર ગ્રાહકને પર્સનલ એક્સિડેંટ કવર આપે છે. આવી સ્થિતિમાં, LPG સિલિન્ડરમાંથી ગેસ લીકેજ અથવા બ્લાસ્ટના કારણે અકસ્માતની સ્થિતિમાં 50 લાખ રૂપિયા સુધીનો આ ઇન્શ્યોરન્સ આર્થિક સહાયના રૂપમાં છે. તમને જણાવી દઈએ કે આ વીમા માટે પેટ્રોલિયમ કંપનીઓએ ઇન્શ્યોરન્સ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. અને વળતરની જવાબદારી ગેસ કંપનીની છે. • નિયમો મુજબ, ડિલિવરી પહેલા, વેપારી દ્વારા સિલિન્ડરની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે કે શું ગેસ એકદમ બરાબર છે કે નહીં. ગ્રાહકના ઘરે LPG સિલિન્ડરને કારણે થયેલા અકસ્માતમાં જાન-માલના નુકસાન માટે પર્સનલ એક્સિડેંટ કવર આપવામાં આવે છે. અકસ્માતમાં ગ્રાહકની મિલકત/ઘરને નુકસાન થવાના કિસ્સામાં, અકસ્માત દીઠ ₹2 લાખ સુધીનો ઇન્શ્યોરન્સ ક્લેમ ઉપલબ્ધ છે. • અકસ્માત પછી ક્લેમ કરવા માટે સરકારી વેબસાઇટ myLPG.in આપવામાં આવી છે. વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, LPG કનેક્શન લેવા પર ગ્રાહકને તેને મળેલા સિલિન્ડર દ્વાકા જો તેના ઘરમાં કોઈ અકસ્માત થાય છે, તો તે વ્યક્તિ 50 લાખ રૂપિયા સુધીના વીમા માટે હકદાર બને છે. એટલે કે તમારી સમજણથી તમને ફાયદો થઈ શકે છે. જાણો કેવી રીતે કરશો ક્લેમ • LPG સિલિન્ડરનું વીમા કવર મેળવવા માટે, ગ્રાહકે તરત જ નજીકના પોલીસ સ્ટેશન અને તેના LPG ડિસ્ટ્રીબ્યુટરને અકસ્માત વિશે જાણ કરવી પડશે. • PSU ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ, એચપીસી અને બીપીસીના ડિસ્ટ્રીબ્યુટરોએ અકસ્માતો માટે વીમા પોલિસી લેવી પડે છે જેમાં વ્યક્તિઓ અને મિલકતો માટે થર્ડ પાર્ટી વીમા કવરનો સમાવેશ થાય છે. • આ કોઈ વ્યક્તિગત ગ્રાહકના નામે નથી હોતુ, પરંતુ દરેક ગ્રાહકને આ પોલિસીમાં આવરી લેવામાં આવે છે. આ માટે તેને કોઈ પ્રીમિયમ પણ ચૂકવવું પડતું નથી. • મૃત્યુના કિસ્સામાં FIRની કૉપી, મેડિકલ બિલ અને ઘાયલોના મેડિકલ બિલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ, મૃત્યુ પ્રમાણપત્ર સાથે રાખો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
3