AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે જાણો છો સાબુદાણા કેવી રીતે બને છે ?
નઈ ખેતી, નયા કિસાનOTTIndia
શું તમે જાણો છો સાબુદાણા કેવી રીતે બને છે ?
💎 ભારત દેશમાં સાબુદાણાની ઉત્પાદનની ક્યારે થઇ શરૂઆત : દેશમાં સાબુદાણાનું ઉત્પાદન સૌથી પહેલાં તમિલનાડુ રાજ્યમાં સેલમ ખાતે કરવામાં આવ્યું હતું. લગભગ ૧૯૪૩-૪૪માં ભારત દેશમાં સાબુદાણાનાં ઉત્પાદનની શરૂઆત કુટિર ઉદ્યોગ (લઘુ ઉદ્યોગ)ના રુપે થઇ હતી. એમાં પહેલાં ટેપિયોકાનાં મૂળિયાંને મસળીને એના ગરને અલગ કરી, જામી જાય (સુકાઈ જાય) ત્યાં સુધી રાખવામાં આવતું હતું. પછી એની નાની નાની ગોળીઓ બનાવી શેકવામાં આવતી હતી. ટેપિયોકાના ઉત્પાદનમાં ભારત દેશ અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. સાબુદાણાનું ઉત્પાદન કરતા લગભગ ૭૦૦ એકમો સેલમ, તમિલનાડુ ખાતે કાર્યરત છે. સાબુદાણામાં મુખ્યત્વે કાર્બોદિત પદાર્થ હોય છે, અને એમાં થોડી માત્રામાં કેલ્શીયમ તેમ જ વિટામીનો પણ હોય છે. 💎કેવી રીતે બને છે સાબુદાણા? એક ઝાડ હોય છે, સાગો. આ ઝાડના મૂળીયામાંથી નીકળતા ગુંદર જેવા પદાર્થમાંથી સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. કેરળના લોકો આ ઝાડને ‘કપ્પા’ કહે છે. મજાની વાત એ છે કે, ભલે તેનું કનેક્શન દક્ષિણ ભારત સાથે હોય પણ સાબુદાણા સૌથી વધુ ઉત્તર ભાગમાં ખવાય છે. 💎 સાબુદાણા બનાવવા માટે થડને કાપીને ફેક્ટરી સુધી લઈ જવાય છે, મોટા ભાગે તેને તામિલનાડુ, કેરળ, કર્ણાટકની ફેક્ટરીઓમાં પહોંચાડવામાં આવે છે. અહીં થડને છોડીને તેમાં મુખ્ય વસ્તુને બહાર કાઢવામાં આવે છે. ઘસવા કાપવાની લાંબી પ્રક્રિયા પછી નીકળેલા પદાર્થને મોટી પાણી ભરેલી ટેંકોમાં રાખવામાં આવે છે. અહીં થડમાંથી નીકળેલો માવો પડી રહે છે, સડે છે અને તેમાં કીડા પડે છે.સડવાના કારણે તેમાં પડનારા કિડા જ સાબુદાણાને સ્વાદિષ્ટ બનાવે છે, 💎 લાંબો સમય સુધી થડમાંથી નીકળેલા પદાર્થને ખૂલી ટેંકોમાં રખાય છે અને ત્યાં પડ્યા-પડ્યા ઘન પદાર્થ જેવું સ્વરુપ ધારણ કરી લે છે, આ પછી તેને ખાસ મશીનોમાં નાખીને દાણાદાર બનાવાય છે અને પછી તેને બોરીમાં પેકિંગ કરવા માટે મોકલવામાં આવે છે. આ પછી તે તમારા નજીકના કરિયાણા સ્ટોરમાં આવે છે અને ત્યાંથી તમારા રસોડામાં પહોંચીને તમારી પ્લેટમાં આવે છે.કીડાની વાત કીધી એટલે તમે ગભરાઈ ન જતા સાબુદાણા શાકાહારી જ હોય છે અને રહે છે. કારણ કે આ કીડાઓમાં ન હાડકાં, હોય છે ન લોહી કે ન માસ. ઉદાહરણ તરીકે જેમ દુધમાં બેક્ટેરિયા ભળવાથી તે દહીં બને છે કંઈક તેવી જ પ્રક્રિયા સાબુદાણા બનાવવામાં થાય છે. સંદર્ભ : OTTIndia, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
19
7
અન્ય લેખો