AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 શું તમારામાં શીખવાની ધગશ છે તો આ યોજના દ્વારા મળશે ફાયદો !
યોજના અને સબસીડીTV9 ગુજરાતી
શું તમારામાં શીખવાની ધગશ છે તો આ યોજના દ્વારા મળશે ફાયદો !
ધોરણ 10 અને ધોરણ 12ના ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે, પરંતુ આ માટે વિદ્યાર્થી પાસે ભાષાનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. વિદ્યાર્થી વિવિધ તાલીમ કેન્દ્રોમાં તાલીમ મેળવીને લાયકાત પ્રમાણે નોકરી પણ મેળવી શકશે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) દ્વારા યુવાનોને મફત ટ્રેનિંગ આપવામાં આવશે. કહેવાય છે ને ‘મન હોય તો માળવે જવાય’ એવી જ રીતે યુવાનો કંઈક શીખવાની ધગશ ધરાવે છે અને કોઈક કારણોસર પોતાનો શાળાકીય અભ્યાસ પૂરો નથી કરી શક્યા એવા વિદ્યાર્થીઓને રોજગારલક્ષી વિવિધ અભ્યાસક્રમોનું નિ:શુલ્ક પ્રશિક્ષણ આપવામાં આવશે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાનો શુભ આરંભ 2015માં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ દેશના બેરોજગાર યુવાનોને પગભર બનાવવાનો છે. ધોરણ 10 અને ધોરણ 12ના ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે, પરંતુ આ માટે વિદ્યાર્થી પાસે ભાષાનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. વિદ્યાર્થી વિવિધ તાલીમ કેન્દ્રોમાં તાલીમ મેળવીને લાયકાત પ્રમાણે નોકરી પણ મેળવી શકશે. તાલીમ કૌશલ્ય પરિષદ અને રાજ્ય સરકારોના દેખરેખ હેઠળ રહેશે. આ યોજના હેઠળ બાંધકામ , હાર્ડવેર અને ફૂડ પ્રોસેસિંગ જેવા જુદા જુદા 40 જેટલા અભ્યાસક્રમોની તાલીમ આપવામાં આવશે. અભ્યાસક્રમનો સમયગાળો 3થી 6 મહીના કોર્ષ પ્રમાણે રહેશે, આ અભ્યાસક્રમ તદ્દન નિ:શુલ્ક રહેશે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, આ યોજનાની અધિકૃત વેબસાઈટ pmkvyofficial.org છે, જેની ઉપર રજીસ્ટ્રેશન કરીને વિદ્યાર્થી યુઝર નેમ અને પાસવર્ડ મેળવી શકશે. યોજનાનો ત્રીજો તબક્કો જાન્યુઆરી 2021થી શરૂ થઈ ચૂક્યો છે. આ તબક્કામાં લગભગ બધા જીલ્લાઓને આવરી લેવાશે. દેશભરના 32,000 તાલીમ કેન્દ્રોમાં 8 લાખ લોકોને તાલીમ આપવાનું લક્ષ્ય છે, આ માટે 948.90 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. દેશના વધુમાં વધુ યુવાનો આ યોજનામાં જોડાય શકે અને પગભર બની શકે તે માટે સરકાર પણ પ્રયત્નો કરી રહી છે અને તે માટે સરકારે ઘણી ટેલીકોમ કંપની સાથે ટાઈ-અપ કર્યું છે માટે ઘણી મોબાઈલ કંપનીઓએ ટોલ-ફ્રી પણ નંબર પણ શરૂ કર્યો છે અને તે નંબર ઉપર મિસ્ડ કોલ કરવાથી આ યોજનાની માહિતી આપતો એક મેસેજ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ખૂબ સરળ છે. આ યોજના બેરોજગાર લોકો માટે ખૂબ મહત્વની છે.. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
4